________________
સાજન સ્તુત્યધિકાર.
૨૩૭. જેિમની દ્રષ્ટિ આચ્છાદિત થયેલી છે, એવા અલ્પ બુદ્ધિવાળા પુરૂષના ચિત્તને ચમત્કાર આપતી નથી, એટલે અધ્યાત્મ શાસ્ત્ર પડિત પુરૂષોને આનંદ આપનારું છે. મૂર્ખ લોકોને આનંદ આપનારું નથી, તે ઉપર લકિક દષ્ટાંત આપે છે. કામદેવને પ્રગટ કરનારી કામિનીની વચન ચાતુરી જેવી રીતે શહેરના ચતુર પુરૂષને આનંદ આપે, તેવી રીતે ગામડાના પુરૂષને આનંદ આપતી નથી. ૭ અમે એવા સજજનોને નમસ્કાર કરીએ છીએ. स्नात्वा सिद्धांतकुंमे विधुकर विशदाध्यात्मपानीयपूरै स्तापंसंसारखं कलिकलुषमलं नोगतृष्णां चहित्वा । जाता ये शुषरूपाः शमदमशुचिताचंदनालितगात्राः शीलालंकारसाराः सकलगुणनिधीन्सज्जनांस्तान् नमामः ८
ભાવાર્થ-સિદ્ધાંતરૂપી કુંડમાં ચંદ્રનાં કિરણેના જેવા ઉવળ અધ્યાત્મરૂપ જળના પૂરવડે સ્નાન કરી, તાપ–સંસારનું દુઃખ, કળિકાળના પાપને મધ, લોભ અને તૃષ્ણને છેડી, જે લેકે શુદ્ધ રૂપવાળા, શમ, દમ તથા ચરૂપ ચંદનવડે ગાત્રને લીપનારા અને શીલરૂપ અલંકારથી શ્રેષ્ટ થયેલા છે, તે સર્વ ગુણેના નિધિરૂપ સજજનેને અમે નમસ્કાર કરીએ છીએ. ૮
વિશેષા–જે સજન લેકે સિદ્ધાંતરૂપી કુંડમાં ચંદ્રનાં જેવા ઊજ્વળ અધ્યાત્મરૂપી જળવડે સ્નાન કરી, સંસારનાં દુઃખના તાપને, કળિકાળના મળને અને લેભ-તૃષ્ણને ત્યજે છે, તેવા સ્નાનથી શુદ્ધ થઈ શમ, દમ અને શાચરૂ૫ ચંદન શરીરે લગાડે છે, અને શીલરૂપ અલંકારને ધારણ કરે છે, એવા સર્વ ગુણનિધિ સજજનેને અમે નમસ્કાર કરીએ છીએ, ૮