________________
અનુભવાધિકાર. - ૬૧૯ જ્ઞાન પ્રાપ્ત થાય છે, મહાવતે લેવાની ઈચ્છા થાય છે, પ્રમાદને ત્યાગ થાય છે, અને મેહને જ્ય થાય છે. ૨૩
પરમાત્મા ક્યારે સ્પષ્ટ થાય છે? ज्ञानं केवलसंझं योगनिरोधः समप्रकर्महतिः । सिद्धि निवासश्च यदा परमात्मा स्यात्तदा व्यक्तः ॥१४॥
ભાવાર્થ-જ્યારે કેવળજ્ઞાન, રોગને નિરોધ, સર્વ કર્મને નાશ, અને સિદ્ધિમાં વાસ પ્રાપ્ત થાય છે, ત્યારે પરમાત્મા સ્પષ્ટ થાય છે. ૨૪
વિશેષાર્થ–પરમાત્મા સ્પષ્ટ થવાનાં લક્ષણે આ પ્રમાણે છે. જેનામાં પરમાત્મા સ્પષ્ટ થાય છે, તેને કેવળજ્ઞાન હોય છે, તે મન વચન અને કાયાના વેગને નિરોધ કરે છે. તેનાં સર્વ કર્મને નાશ થાય છે, અને તેને સિદ્ધિના સ્થાનમાં વાસ થાય છે. ૨૪
બ્રહ્મભાવને કોણ પામે છે? आत्मानंतो गुणवृत्ति विविच्य यः प्रतिपदं विजानाति । कुशनानुबंधयुक्तः प्रामोति ब्रह्मभूयमसौ ॥२५॥
ભાવાર્થ...જે પુરૂષ અનંત અને ગુણ વૃત્તિવાળા આત્માને પ્રત્યેક પદે જાણે છે, તે કુશલાનુબંધી પુણ્યથી યુક્ત થઈ બ્રાભાવને પામે છે. ૨૫
વિશેષાથ–આત્મા અનંત છે, અને ગુણ વૃત્તિ-ગુણ રૂપ છે, એમ જે પ્રત્યેક પદે જાણે છે, તે પુરૂષ કુશલાનુબંધી પુણ્યવાળે