________________
અધ્યાત્મ સાર.
વિશેષા—કદાચહી પુરૂષ જે ગુણા મેળવે, તે ગુણે તેને વિપરીતપણે પ્રવર્તે છે. તે શાસ્ત્રના અભ્યાસ કરી જે ચાતુય પ્રાપ્ત કરે તે દંભને માટે થાય છે. તેની કવિત્વ બુદ્ધિની પટુતા તે બીજાને છેતરવાને માટે થાય છે, એટલે તે કવિતા રચીને ખીજાઓને છેતરે છે, જે તેનામાં ધૈર્ય દેખાય તે, તે ગવને માટે થાય છે, એટલે થૈય ગુણુ વડે તે ગવ ધારણ કરે છે. કહેવાનુ' તાપ એ છે કે, કદાગ્રહી પુરૂષ શાસ્ત્રજ્ઞ, કવિ કે ધીર અને તેા, તેનામાં દબ–છળતા, વ'ચકતા અને ગવ ઉત્પન્ન થાય છે. અર્થાત્ કદાગ્રહીના ગુણેા પણ વિપરીતપણે પરિણામે છે. ૧૮
કદાગ્રહી પુરૂષની મૈત્રી પણ દુ:ખ આપે છે.
त्र्प्रसद्गृहस्थेन समं समंतात् सहार्दन दुःखमवैति तादृग् । उपैति यादृकदली वृशस्फुटत्कंटक कोटिकीर्णा ॥ ११५ ॥
૩૭૦
ભાવા —કદાગ્રહી પુરૂષની સાથે મૈત્રી કરનારા માણુસ પણ ચારે તરફ્ તેવું દુઃખ પ્રાપ્ત કરે છે, કે જેવું દુઃખ કાળીનુ‘ વૃક્ષ પાતાની પાસે આવેલા કાંટાળા વૃક્ષના કાંટાઓના અણીએથી વીંધાઈને ભાગવે છે. ૧૯
વિશેષા—જેમ કદળીનુ વૃક્ષ પેાતાની પાસે રહેલા નઠારા કાંટાળા વૃક્ષના કુટતા કાંટાની અણીએથી વીંધાઈને જેવું દુઃખ ભોગવે છે, તેવુ દુઃખ કદાગ્રહી પુરૂષની સાથે મૈત્રી કરવાથી પુરૂષ ભોગવે છે; તેથી સથા કદ!ગ્રહી પુરૂષની મંત્રીના ત્યાગ કરવા જોઇએ. ૧૯