________________
ધ્યાનસ્તુત્યધિકાર.
૪૩૯
તેને રાગની પ્રાપ્તિ થતી નથી. એટલે તેનામાં રાગની ઈચ્છા ઉર્દૂભવતી નથી. તેનું શું કારણુ છે? તે દર્શાવે છે. તે ધ્યાની પુરૂષ પરમાત્માનું દન કરી શકેછે. જ્યારે પરમાત્માનું દર્શન થયું, એટલે તેનામાં તૃપ્તિ થઈ આવેછે. એ તૃપ્તિને લઇને તેને પુનઃ રાગ કરવાની ઈચ્છા થતી નથી. કારણ કે, રાગ અતૃપ્ત પુરૂષમાં જ પ્રવેશ કરેછે. ૨
ધ્યાની પુરૂષને જાગ્રત અને સુષુપ્તિ અવસ્થા કયારે થાયછે ?
या निशा सकलभूतगणानां ध्यानिनो दिनमहोत्सव एषः । यत्र जाग्रति च तेऽभिनिविष्टा ध्यानिनो जवति तत्र सुषुप्तिः ॥ ३ ॥
ભાવા—સર્વ પ્રાણીઓની જે રાત્રિ છે, તે ધ્યાની પુરૂષને દિવસના મહાત્સવ છે, અને તે વિષયના આવેશવાળાં પ્રાણી જેમાં જાગે છે, તે ઘ્યાની પુરૂષને સુષુપ્તિ અવસ્થા છે. ૩
વિષેષા—સવ પ્રાણીઓની જે રાત્રિ છે, તે ધ્યાની પુરૂષને વિસના મહેાત્સવ છે. એટલે જયારે સર્વ પ્રાણીઓ નિશામાં નિદ્રા તથા પ્રમાદમાં પડી રહે છે, તે વખતે ધ્યાની પુરૂષ જાગે છે. અને વિષયના આવેશવાળાં પ્રાણીઓ જેમાં જાગે છે, તે ધ્યાની પુરૂષને સુષુપ્તિ અવસ્થા છે. એટલે જ્યારે સસારી જીવ વિષય સેવન કરવામાં પ્રવર્તે છે, તે વખતે ધ્યાની પુરૂષ સુષુપ્તિ અવસ્થામાં