________________
પર
આત્મનિશ્ચયાધિકાર.
ચિદાનંદ રૂપ કેવું છે? घायले जाणतोऽन्यश्चित्रार्थसुखवृत्तयः । सामान्य तु चिदानंदरूपं सर्वदशान्वयि ॥ ७६ ॥
ભાવાર્થ...જીવને જાગ્રતીમાં ઇંદ્રિયોના વિચિત્ર સુખની - ત્તિઓ થાય છે, અને ચિદાનંદ રૂપ તે સામાન્ય અને સર્વ દિશામાં સંબંધવાળું છે. ૭૬
વિશેષાર્થ જીવ જ્યારે જાગ્રત હોય છે. ત્યારે તેને વિચિત્ર એવી ઇંદ્રિયના સુખની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, અને જે ચિદાનંદ રૂપ છે, તે સામાન્ય અને સર્વ દશામાં એક સરખા સંબંધવાળું છે. કહેવાનો આશય એ છે કે, જીવ જાગ્રત હોય ત્યારે ઈદ્રિયની વિચિત્ર સુખની વૃત્તિઓ થયા કરે છે આત્માને તેમ થતું નથી, તે તે સામાન્ય ચિદાનંદ રૂપ છે, અને સર્વ દશામાં એજ જતને સંબંધ રાખનાર છે. કોઈ જાતની વિચિત્રતા નથી. ૭૬ આત્માને ઈદ્રિયની વૃત્તિઓને અનુભવ અને
- પરાભવ થતો નથી, स्फुलिंगै नै यथावन्हिीप्यते ताप्यतेऽथवा । मामुमतिपाति सयैतानि किसात्मनः ॥ ७॥
ભાવાર્થ–જેમ અગ્નિ તણખાથી પ્રદીપ્ત થતું નથી, અને તપતે નથી, તેમ આત્માને ઇન્દ્રિયની વૃત્તિઓને અનુભવ અને પરાભવ થતું નથી, ૭૭