________________
જૈનમત સ્તુત્યધિકાર. ૬૦૧ વિશેષાર્થ–પટ દર્શનેમાં જ્ઞાનના અંશના કમવાળી હજ વાત્તીઓ છે; પણ જિનેંદ્રના આગમમાં લીન થયેલું ચિત્ત તે વાર્તાઓ તરફ જતું નથી. કારણ કે, તે દર્શનમાં પૂર્ણ જ્ઞાન નથી, પણ જ્ઞાનના અંશ છે, તેથી પૂર્ણ જ્ઞાનવાળા જિનમતમાં રમેલું ચિત્ત તે વાર્તાઓમાં કેમ લીન થાય? તે વાત દષ્ટાંતથી સિદ્ધ કરે છે. વસંતઋતુમાં પુષ્પોથી સુશોભિત એવી હજારે લતાએ દરેક દિશામાં પ્રસરે છે, પણ આમ્રવૃક્ષની કલિમાં આસક્ત " થયેલા કેકિલ પક્ષીનું ચિત્ત બીજી લતાઓમાં કેમ લીન થાય? અર્થાત્ ન થાય. ૯
બીજા મતમાં સદેહને શક છે, અને જૈન
મતમાં તે નથી.
शब्दो वा मविरर्थ एव वसु वा जातिः क्रिया वा गुणः शब्दार्थः किमिति स्थितिः प्रतिमतं संदेहशंकुर्यथा । जैनेंद्रे तु मते न सा प्रतिपदं जात्यंतरार्य स्थितिः सामान्यं च विशेषमेवच यथा तात्पर्य मन्विच्छति ॥१॥
ભાવાર્થ-બીજા દરેક મતમાં શબ્દ, બુદ્ધિ, અર્થ, વસુ-વસ્તુ, જાતિ, યિા, ગુણ અને શબ્દાર્થના સંદેહ રૂ૫ ખીલે રહેલે છે, અને જૈન મતમાં તે પ્રત્યેક પદે તે જાતિના અંતરના અર્થની સ્થિતિ નથી, તેમ સામાન્ય કે વિશેષ નથી, તેથી તે મત તાત્પર્યમાંજ વિરામ પામે છે. ૧૦