________________
પર
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-જે ઊપર પ્રમાણે ન કરવામાં આવે, અથવા ન માનવામાં આવે તે સ્વરૂપને ન અનુસરવાથી અનાત્મા આત્મા થાય છે, અને સંસારના હજાર હેતુથી પણ અનાત્મતા થાય છે. ૯૨
વિશેષાર્થ_એમ આત્માને સ્વપ્રકાશ અને શાશ્વત અંગીકાર કરવામાં ન આવે, અને તેને પરપ્રકાશ અને સ્તૃત્વ સિદ્ધ માનવામાં આવે તે, પૂર્વે અનાત્મ પણું અંગીકાર કરવું પડશે. કારણ કે, ક્રિયા વડે ઊત થયેલા પદાર્થનું પૂર્વનું રૂપ જુદુજ હોય છે, એવો નિયમ છે. એવી રીતે આત્માની ઊત્તિની પૂર્વે આત્માને અનાત્મ માનવું પડશે, અને ક્રિયા વડે આત્માનું રૂપતર થાય છે એમ માનીએ, તે આત્માની આવૃત્તિ અંગીકાર કરવી પડશે અને આવૃતિ અંગીકાર કરવાથી સંસાર સંબંધી હજારે કૃય રૂપ હેતુ વડે હજારે રૂપ બદલાશે, ત્યારે પૂર્વ પૂર્વ રૂ૫ અનાત્મક અને ઉત્તર ઉત્તર ક્રિયાજન્ય રૂપ આત્મા માને પડશે અને એમ કયોથી છેવટે અનવસ્થા દેષ પ્રાપ્ત થશે. ૧૨ આત્માનું કર્તાપણું લેકમાં કેવી રીતે ઈચ્છાય છે?
नये तेनेह नो कर्ता कित्वात्मा शुधभावभृत् । उपचाराप लोकेषु तत्कतत्वमपीष्यते ॥ ए३ ॥
ભાવાર્થ–તેથી નયને વિષે આત્મા કર્તા નથી, પણ તે આત્મા શુદ્ધ ભાવને ધારણ કરનારે થાય છે અને લોકેમાં ઉપચારથી આત્માને કર્તાપણું ઈચ્છાય છે. ૯૩