________________
૪૨
અધ્યાત્મ સાર
જે સ મધથી આત્માનુ એક અસ્તિત્વ છે, તે શુદ્ધ નથી, અને જે સરખાપણાથી અસ્તિત્વ છે, તે શુદ્ધ છે-અવિરાધી છે. ૨૧
શુદ્ધ નયજ એકતાને બતાવે છે.
सदसधादपिशुनान् संगोप्य व्यवहारतः । दर्शयत्येकतारत्नं सतां शुद्धयः सुहृत् ॥ २२ ॥
ભાવાર્થ—શુદ્ધ નયરૂપી મિત્ર સારા અને નઠારા વાદરૂપી ચાડીઆને વ્યવહારથી ગેપવી, એકતારૂપી રત્ન સત્પુરૂષોને અતાવે છે. ૨૨
વિશેષા—આ શ્લોકમાં 'થકાર શુદ્ધ નયને એક મિત્રનુ રૂપક આપી વર્ણવે છે. જેમ ઉત્તમ મિત્ર પાતાની વ્યવહાર કુશળતાથી ચાડીઆ લાકોને ગોપવી, સારૂ રત્ન બતાવે છે, તેમ શુદ્ધ નયરૂપી મિત્ર વ્યવહારનયવડે સારા અને નઠારા વાદરૂપી ચાડી લાકને ગેાપવી, સત્પુરૂષાને એકતારૂપી રત્ન અતાવે છે. અર્થાત્ જો શુદ્ઘનયના આશ્રય કરે તા, વ્યવહારથી ઉભા થયેલા વાદાને દૂર કરી, આત્માના શુદ્ધ સ્વરૂપની એકતા જણાઇ આવે છે, ૨૨
આત્મદ્રવ્ય કેવુ છે ?
नृनारका दिपर्यायै रम्यं तन्न विनश्वरैः । निर्जहाति नैकत्वमात्मद्रव्यं सदान्वयि
॥ ૬ ॥