________________
આત્મનિશ્ચયાધિકારઃ
૪૯૧
ભાવાર્થ-જે આંખમાં તિમિર રોગવાળે માણસ એક ચંદ્રને બે ચંદ્રમાને છે, તેમ નિશ્ચય વિના ઉન્માદને પામેલે પુરૂષ આત્માને અનેકરૂપી માને છે. ૨૦
વિશેષાર્થ જેની આંખમાં તિમિર નામનો રોગ થયે હેય, તે માણસ એક ચંદ્રને બે ચંદ્ર માને છે, એટલે તેની દષ્ટિએ એવું દેખાય છે. તેવી રીતે જેને નિશ્ચયપૂર્વક જ્ઞાન નથી, તે પુરૂષ ઉન્માદને પ્રાપ્ત કરી, આ એક આત્માને અનેકરૂપે માને છે. એટલે આત્મા અનેકરૂપે છે, એમ માને છે. ૨૦ આત્માને વિષે સ્વરૂપ અને સદશ્યનું
અસ્તિત્વ ઘટાવે છે.
यथानुनूयते ह्येकं स्वरूपास्तित्वमन्वयात् । . सादृश्यास्तित्वमप्येकमविरुष्क तथात्मनाम् ॥३१॥
ભાવાર્થ–જેમ આત્માનું એક સ્વરૂપથી અસ્તિત્વ અન્વય-સંબંધથી અનુભવાય છે, તેમ આત્માનું એક સદશપણથી અસ્તિત્વ વિરોધ વગર અનુભવાય છે. ૨૧
વિશેષાર્થ આત્માનું અસ્તિત્વ સ્વરૂપથી અને સદશ. પણુથી–એ બે પ્રકારે અનુભવાય છે. તેમાં સ્વરૂપથી અસ્તિત્વ છે, તે અન્વયથી-સંબંધથી અનુભવાય છે, અને સશપણુથી સરખાપણથી અસ્તિત્વ છે, તે વિરોધ રહિતપણે અનુભવાય છે. એટલે