________________
પૂર્વ
અધ્યાત્મ સા
શુદ્ધ દ્રષ્ય નયનો સ્થિતિ કેવી છે ?
एतत्प्रकृतिभूताभिः शाश्वतीभिस्तु शक्तिभिः । जीवतात्मा सदेत्येषा शुद्धद्रव्यनय स्थितिः ॥ ५७ ॥ ભાષા એ પ્રકૃતિરૂપ શાશ્રુત શક્તિએથી આત્મા સદા જીવે, એ શુદ્ધ દ્રષ્ય નયની સ્થિતિ છે. ૫૭
વિશેષાથ આત્માની એ પ્રકૃતિ રૂપ શાશ્વત હંમેશાં રહેનારી શક્તિ છે. તેવર્ડ આત્મા સદા જીવન મેળવે છે, અને એજ શુદ્ધ દ્રષ્યનયની સ્થિતિ છે. એટલે આત્માનુ’ પેાતાની શાસ્ત્રતી પ્રકૃતિ રૂપ શક્તિથી જે જીવન છે, તે શુદ્ધ દ્રવ્યનયની સ્થિતિ કહેવાય છે. ૫૭
જીવાત્માનું વિચિત્ર ચરિત્ર.
जीव जीवति न प्राणैर्विना तैरेव जीवति । इदं चित्रचरितं को हृत पर्यनुयुज्यताम् ॥ ५८ ॥
ભાવા —જીવ પ્રાણુ વિના જીવતા નથી, અને તે પ્રાણથી પણ જીવે છે, આવું જીવનું વિચિત્ર ચરિત્ર જાણી કાણુ આશ્ચર્ય નહીં પામે ? ૫૮
વિશેષાજીવ પ્રાણુ વિના જીવતા નથી, એટલે સ્થૂલ શરીરમાં પ્રાણ હાય, ત્યારે જીવનું જીવન લાગે છે. અને જીવ પ્રાણ વિના પણ જીવે છે, એટલે શરીર વિના આત્મરૂપે તે ગ્રાણુ વિના પણ સદા વર્તે છે; આવું જીવનુ વિચિત્ર ચરિત્ર કાને આશ્ચચકારી નહીં લાગે ? અર્થાત્ સર્વને આશ્ચય કારી લાગે છે. ૫૮