________________
આત્મનિશ્ચયાધિકાર..
૫૧૧
ભાવાર્થ–પુણ્ય અને પાપના ફળરૂપ સુખ અને દુખમાં કાંઈ ભેદ નથી, પુણ્યનું ફળ સુખ છે, પણ તે દુઃખથી ભેદ પામતું નથી. ૨૨
વિશેષાર્થ–પુણ્યનું ફળ સુખ છે, અને પાપનું ફળ દુઃખ છે પણ તેમાં કઈ જાતને ભેદ નથી. કારણ કે, સુખ પણ દુઃખથી જુદું પડતું નથી. સુખ ભોગવતાં દુઃખ આવી પડે છે, અથવા સુખને લઈને વિષય સેવન કરવામાં આવતાં પાછું દુઃખ રૂપ કર્મ બધાય છે, તેથી સુખ અને દુઃખમાં ભેદ ગણેલે નથી. ૨૨ દુખના ઉપાયમાં સુખ પણાની બુદ્ધિ મૂઢ લેકને
ન થાય છે. सर्व पुण्यफ मुख कर्मोदयकृतत्वतः। . सत्र उखप्रतीकारे विमूढानां सुखत्वधीः ॥ ६३ ॥
ભાવાર્થ–પુણ્યનું સર્વ ફળ દુઃખ રૂપ છે, કારણ કે, તે કર્મના ઊદયથી થયેલું છે. તેમાં દુઃખને ઊપાય કરી, સુખ પણની બુદ્ધિ મૂઢ પુરૂષને થાય છે. ૬૩ "
વિશેષાર્થ–પુણ્યનું ફળ સુખ છે, પણ તે દુખ રૂપજ છે. અને તે દુઃખને દૂર કરવામાં ઊપાયે જ સુખ મેળવવા ઈચ્છા કરવી, તે મૂઢતા છે. એટલે દુઃખમાં સુખની જે ઈચ્છા રાખવી તે મૂઠ પુરૂને થાય છે, વિદ્વાનોને થતી નથી. સુજ્ઞ પુરૂષે તે, સુખને પણ દુઃખરૂપે જ માને છે. ૬૩