________________
આત્મનિશ્ચયાધિકાર
૪૯
ભાવાર્થ-હે ભગવન આત્મા, પ્રપંચના સમૂહથી કલેશવાળા એવા તમારા માયા રૂપથી હું હોઉં છું. માટે તમે પ્રસન્ન થાએ, અને તમારા શુદ્ધ રૂપને પ્રકાશે. ૩૩
વિશેષાર્થ–મુમુક્ષુ પુરૂષ આત્માને વિજ્ઞાપ્તિ કરે છે કે, હું ભગવનું આત્મા! તમારા માયા રૂપથી હું ભય પામું છું, કારણ કે, તે પ્રપંચના સમૂહના કલેશથી ભરપૂર છે. એથી હું તે રૂપને જેવાની ઈચ્છા કરે નથી. તમે તમારા શુદ્ધ રૂપનો પ્રકાશ કરે, કે જેથી હું તેના દર્શન કરી મારા આત્માને શાંતિ આપૃ. ૩૩
. કેવળ વ્યવહાર નયને જાણનારે પુરૂષ આ
ત્માને દેહની સાથે ઐક્યતા માને છે. देहेन सममेकत्वं मन्यते व्यवहारवित् । સાથંકિતાપદનાદિમુકવાત છે ૪.
ભાવાર્થ-વ્યવહાર નયને માનનારે પુરૂષ કઈ રીતે મૂર્તિમાનું દેખાતી વેદના વગેરેના ઉદ્દભવથી આત્માને દેહની સાથે ઐક્યતા માને છે. ૩૪
વિશેષાર્થ–જે પુરૂષ વ્યવહાર નયને માને છે. તે પુરૂષ આત્માને દેહની સાથે ઐકયતા માને છે એટલે આત્મા અને દેહ એકજ છે એમ માને છે. કારણ કે, શરીરની અંદર જે મૂર્તિમાન વેદના જોવામાં આવે છે, તે ઊપરથી તે વ્યવહારનયને આધારે તેમ માને છે. ૩૪