________________
અધ્યાત્મ સાર,
મેળવે છે. તેવી રીતે આત્મા વાનરૂપી ધામમાં બેસી સુખને પ્રાપ્ત કરે છે. તે ધ્યાનરૂપી મંદિરમાં કામદેવના બળરૂપ તડકાને સંચાર થતું નથી, અને તેમાં શીળરૂપી શીતળ અને સુગંધી નિવેશ રહેલા છે. વળી તેની અંદર પ્રશમરૂપ ઉચી શગ્યા આવેલી છે. કહેવાને આશય એ છે કે, આત્મા જ્યારે ધ્યાનને પ્રાપ્ત કરે છે, ત્યારે તેને કામદેવનું બળ નડી શકતું નથી. તેનામાં શીળને ગુણ ફુરે છે, અને પ્રશમ ગુણની તેને પ્રાપ્તિ થાય છે. ૯
ધ્યાનરૂપી મંદિરમાં આત્માની અતિથિ પૂજા થાય છે. शीलविष्ठरदमादकपीठे पातिहार्यशमतामधुपर्कैः । ध्यानधाम्नि जवति स्फुटमात्माहूतपूतपरमातिथिपूजा ॥१॥
ભાવાર્થ–ધ્યાનરૂપી મંદિરને વિષે શીળરૂપી આસન, દમરૂપી જળને બાજઠ, તથા પ્રાતિહાર્ય અને શમતા રૂપ મધુપર્ક વડે આત્માની આ મંત્રથી પવિત્ર એવી અતિથિ પૂજા થાય છે. ૧૦ - વિશેષાર્થ–જેમ કેઈ અતિથિ ઘેર આવે ત્યારે તેની આ સન, જળપીઠ, અને મધુપર્ક વગેરેથી પૂજા થાય છે, તેમ આત્મા
જ્યારે ધ્યાનરૂપી ઘરમાં આવે, ત્યારે તેની પણ અતિથિપૂજા થાયછે. તેને શીળરૂપી આસન આપવામાં આવે છે. ઇન્દ્રિયને દમન કરવારૂપ જળપીઠ તથા પ્રાતિહાર્ય આપવામાં આવે છે; અને શસતારૂપ મધુપર્ક દેવામાં આવે છે, અને તેની તે અતિથિપૂજા, આ મંત્રથી પવિત્ર અને ઉત્કૃષ્ટ હોય છે. કહેવાને આશય એ છે કે, આત્મા જે ધ્યાનારૂઢ થાય છે કે, તેનામાં શીળ, દમ અને શમતાના ગુણે પ્રાપ્ત થાય છે. ૧૦