________________
अथ षष्टः प्रबंधः
आत्मनिश्वयाधिकारः
:
ધ્યાન ગુણ પ્રાપ્ત કર્યો પછી આત્મજ્ઞાનને માટે પ્રયત્ન કરવા જોઇએ.
आत्मध्यानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम् । आत्मज्ञानाय तन्नित्यं यत्नः कार्यो महात्मनां ॥ १ ॥ ભાવાર્થ આત્મધ્યાનનું ફળ ધ્યાન છે, અને આત્મજ્ઞાન મુક્તિ આપનારૂં છે, તેથી માહાત્મા પુરૂષે આત્મજ્ઞાનને માટે પ્રયત્ન કરવા જોઈએ. ૧
વિશેષા ધ્યાનનું મૂળ આત્મધ્યાન છે, એટલે ધ્યાન ધરવાથી આત્માનું ધ્યાન થઇ શકે છે. અને તેથી આત્માનું જ્ઞાન થાય છે, જે આત્મજ્ઞાન મુક્તિને આપનારૂ છે. તેથી મહાત્મા પુ રૂપે આત્મજ્ઞાન મેળવવાને માટે યત્ન કરવા જોઇએ. ૧