________________
ચગાધિકાર.
૩૮૧ ભાવાર્થી–સ્થિર થયેલું હદય રજોગુણથી ચલિત થાય છે, તેવા હૃદયને પાછું વાળી જે નિગ્રહ કરે, તે જ્ઞાની કહેવાય છે. ૧૪
વિશેષાર્થ-હદય સ્થિર થયું હોય, તે પણ તે રજોગુણ વડે ચલિત થાય છે. એટલે હૃદયને સત્વ ગુણમાં રાખવું જોઈએ. જે તેને રજોગુણની સાથે વેગ થાય છે, તે તે ચલિત થાય છે. તેવા ચપળ હદયને પાછું વાળીને એટલે પિતાને વશ કરીને, તેને જે. નિગ્રહ કરે છે, તેને સ્વવશ કહે છે, તે જ્ઞાની પુરૂષ કહેવાય છે. ૧૪
મનને સ્વાધીન કરી શું કરવું જોઈએ?
शनैः शनैरुपरमेश्या धृतिगृहीतया । ।
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिंतयेत् ॥ १५ ॥
ભાવાર્થ–ધીરજ વડે ગ્રહણ કરેલી બુદ્ધિથી હળવે હળવે વિરામ પામવું, અને મનને આત્મામાં સ્થિર કરી, કાંઈપણ ચિંતવવું નહીં ૧૫
વિશેષાર્થ –ધીરજ વડે ગ્રહણ કરેલી બુદ્ધિથી એટલે વૈર્ય વાળી બુદ્ધિથી હળવે હળવે વિરામ પામવું, એટલે આ ઉપાધિવાળા વ્યાપારમાંથી વિરત થવું. જ્યારે સર્વ પ્રકારના વ્યાપારથી વિરત થવાય છે, એટલે મન આત્માને વિષે સ્થિર થાય છે જ્યારે મન આત્માને વિષે સ્થિર થયું, એટલે તે પછી કાંઈ પણ ચિંતવવું નહીં. કેઈ જાતને વિચાર મનમાં લાવ નહીં. એમ કરવાથી આત્મજ્ઞાન એગ થાય છે. ૧૫