________________
૪૪
અધ્યાત્મ સાર.
ડ, અને કાયદંડને નિક્ષેપ કરી, યોગને અભ્યાસી બને છે. તે રોગ વડે સંપાદન થયેલ ધ્યાન કરવાની શક્તિથી, એટલે ધ્યાનરૂપી અગ્નિથી તે પિતાનાં પાપરૂપી ઇંધણને દગ્ધ કરે છે. જ્યારે તે નિપાપ થયે, એટલે તેનામાં ચોગ બળવડે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે; તેથી, તે જળના પ્રવાહની સામે ચાલવા વગેરેની શક્તિઓ ધારણ કરે છે. તેથી તે લત્તર-દિવ્ય ચમત્કારી ચરિત્રને પ્રાપ્ત થાય છે. પછી લબ્ધિઓ વડે તેને અનેક કામ પ્રાપ્ત થાય છે. તે પણ તે કામની દરકાર રાખતું નથી, તેમ લબ્ધિઓ વડે બહુ રૂપી થત નથી, એટલે પિતાના સહજ-સ્વાભાવિક રૂપમાંજ રહે છે. બીજા કૃત્રિમ રૂપ ધારણ કરતા નથી આથી તે પરચક્ષુ-દિવ્ય ચક્ષુને ઉઘડે છે, અને પરચક્ષુ-ચર્મ ચક્ષુને સીંચે છે, અર્થાત્ તેનામાં દિવ્ય દર્શન પ્રગટ થાય છે. આથી તે પિતાના અંતર્ગત ભાવને જોઈ શકે છે. પછી તે પૂર્ણ ભાવને પ્રાપ્ત કરે છે, એટલે પૂર્ણ આત્મ સવરૂપને પ્રાપ્ત કરે છે. આ પુરૂષ પછી અધ્યાત્મના સામ્રાજ્યને ભગવે છે. તે પછી તે જગના બીજા પદાર્થોને જેતે નથી, અથતસ્વવરનુરૂપે અવલેક નથી.૪–૫૦-૧૧-પર-૫૩-૫૪-પપ આ જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે, એ વાત ભગવતે
પણ જણાવી છે. श्रोष्टेहि ज्ञानयोगोऽय मध्यात्मन्येव यजगौ । बंधप्रमोदं भगवान् लोकसारे सुनिश्चितम् ॥ ५६ ॥
ભાવાર્થ– અધ્યાત્મને આ જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે. તેમ જિન ભગવાને આચારાંગ સૂત્રના કસાર અધ્યયનને વિષે નિશ્ચય પૂર્વક કહેલ . ૫૬