________________
૨૫૬
અધ્યાત્મ સાર,
कदाग्रह त्यागाधिकार..
(ચતુરા)
કદાગ્રહ ન કરવો જોઈએ.
मिथ्यात्व दावानल नीरवाहमसद् ग्रह त्याग मुदा हरति । अतो रति स्तत्र बुधै विधेया विशुध्यनावैः श्रुतसारवजिः॥१॥
ભાવાર્થ–પંડિત પુરૂષે કદાગ્રહના ત્યાગને મિથ્યાત્વ રૂપી દાવાનળમાં મેઘ સમાન કહે છે. એથી શુદ્ધ ભાવવાળા અને શ્રુતસિદ્ધાંતના સારવાળા પ્રાણ પુરૂએ તેમાં પ્રીતિ કરવી જોઈએ. ૧
વિશેષાથી કોઈપણ બાબતમાં બેટો આગ્રહ રાખવે, તે કદાગ્રહ કહેવાય છે. તે કદાગ્રહ મિથ્યાત્વ રૂપી દાવાનળને સમાવવાને મેઘ સમાન છે, એમ પંડિત પુરૂષે કહે છે. અર્થાત્ જેઓ દાહને ત્યાગ કરે છે, તેમને મિથ્યાત્વ લાગતું નથી. એથી પ્રાણ પુરૂએ તે કરાગ્રહનો ત્યાગ કરવામાં પ્રીતિ કરવી. તે પ્રાજ્ઞ પુરૂષે કેવા છે, કે જેઓના ભાવ શુદ્ધ છે, અને જેઓ સિદ્ધાંતના. સારને જાણનારા છે. ૧