________________
• કદાગ્રહ ત્યાગાધિકાર.
Hકરવા દે નહીં. કહેવાનો આશય એ છે કે, એકાગ્રહ હોય તે, ગુરૂ પાસેથી શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તેથી કદાગ્રહને સર્વથા ત્યાગ કરે જઈએ. ૯
કદાગ્રહી પુરૂષ, ગુરૂએ પ્રસાદ કરી આપેલા થઈને
પણ ગ્રહણ કરતો નથી. गुरुप्रसादी क्रियमाणमर्थ राति नासद्ग्रहवां स्ततः किम् । दादा हिसाझा पनीयमाना क्रमेलकः कंटकन्नु न भुक्त॥१०॥
ભાવાર્થ-કદાગ્રહી પુરૂષ, ગુરૂએ પ્રસાદ કરેલા અર્થને ગ્રહણ કરે નહીં, તેથી શું થયું? કાંટાને ખાનારા ઊંટ સાક્ષાત્ પાસે નાંખેલી દ્રાખને પણ ખાતે નથી. ૧૦
વિશેષાર્થ-જેનામાં કદાગ્રહ હોય, તે પુરૂષ ગુરૂએ પ્રસાદ કરી આપેલા અર્થને ગ્રહણ કરતું નથી, તેથી શું થયું? અથૉત કદાગ્રહી પુરૂષ તેવા અર્થને ગ્રહણ કરે નહીં, તેથી શું થયું? એટલે કદાગ્રહી પુરૂષ કદિ પણ ગુરૂએ ઉપદેશેલા અર્થને ગ્રહણ કરતું નથી. તે વાત દાંતથી વટાવે છે. કાંટાને ખાનારે ઊંટ તેની આગળ દ્રાખ નાંખવામાં આવે, તે પણ તે દ્રાખને ખાતું નથી. તે કાંટાનેજ ખાય છે. કારણ કે, તેનામાં કાંટા ખાવાને કદાગ્રહ હેાય છે. કહેવાને આશય એ છે કે, જે કદાગ્રહ રાખે છે, તે, ગુરૂએ ઊપદેશ કરેલા અર્થને સ્વીકારતા નથી, પણ પિતાના આગ્રહમાં દેરાઈને અનર્થને સ્વીકાર કરે છે. ૧૦