________________
૨૮૮
અધ્યાત્મ સારહિંસા થવાનું નિમિત્ત શું છે? તે વિષે સ્પ
ષ્ટીકરણ કરે છે. हिंस्यकर्मविपाकेऽस्य उष्टाशयनिमित्तता । हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याधिपो रिव ॥ १३ ॥
ભાવાર્થજે પ્રાણીના મનમાં દુષ્ટ આશય નિમિત્ત રૂપ છે, તેને એ હિંસા છે, અને હિંસાના કર્મ વિપાક પણ તેને જ છે. તેથી શત્રુની જેમ વૈદ્યને હિંસકપણું ન લાગે, તેમ તેને લાગતું નથી. ૪૩
વિશેષાર્થ –જે પ્રાણીના મનમાં દુષ્ટ આશય છે, તે હિંસાનું નિમિત્ત છે, એટલે દુષ્ટ આશય ઉત્પન્ન થયા પછી હિંસા કરવાની ઈચ્છા થાય છે. એટલે દુષ્ટ આશયવાળા પ્રાણીને હિંસા લાગે છે, અને હિંસાના કર્મ વિપાક પણ તેને જ છે. તે ઉપર વૈદ્યનું દષ્ટાંત આપે છે. જે વૈદ્ય દુષ્ટ આશયવાળે હોય તે, તેનું ઔષધ શત્રુના જેવું લાગે છે અને તેની હિંસાને દોષ વૈદ્યને લાગુ પડે છે. જે વૈદ્ય આશય સારે હોય તે, વૈદ્યને હિંસકપણું લાગતું નથી. તે ઉપરથી સિદ્ધ થયું કે, હિંસાનું નિમિત્ત કારણ દુષ્ટ આશય છે. ૪૩
આવા સદુપદેશથી શું થાય છે.? ઈ સકુપા તમિત્તિષિ પુરા सोपक्रमस्य पापस्य नाशात्स्वाशयषितः॥ १४ ॥