________________
અધ્યાત્મ સાર
પાપ તે, પરભવે ભેગવવું પડે તેથી અતાગમ દેષ લાગુ પડે છે. એ બે શેષને લઈને બોધ દર્શન મિથ્યાત્વની વૃદ્ધિ કરનારૂં થાય છે. ૩૪
તે વિષે વિશેષ સ્પષ્ટીકરણ કરે છે.
एकपव्यान्वयाभावा घासनासंक्रमश्च न । पौवापर्य हि नावानां सर्वत्रातिप्रसक्तिमत् ॥ ३५ ॥
ભાવાર્થએક દ્રવ્યના અન્વયે (સાપેક્ષપણુ) ના અભાવથી વાસનાનું સંક્રમણ થતું નથી, અને ભાવનું પૂર્વાપરપણું સર્વત્ર શક્તિ રૂપે પરિણમે છે. ૩૫
વિશેષાર્થ_એક દ્રવ્યના અન્વયના અભાવથી એટલે એક દ્રવ્યને સાપેક્ષ પણે એક ભાવ નથી, તેથી વાસનાનું સંક્રમણ થતું નથી, અને ભાવનું જે પૂર્વાપરપણું છે, એટલે પૂર્વ-પ્રથમને ભાવ અને અપર–પછીને ભાવ એ જે ભેદ છે, તે સર્વત્ર શક્તિ રૂપે પ્રવર્તે છે. ૩૫
ક્ષણિકપણ શાથી છે ? कुर्वद्रूपविशेषे च न प्रवृत्तिनवानुमा । अनिश्चयान्न वाध्यदं तथा चोदयतोजगौ ॥ ३६॥ .
ભાવાર્થ-રૂપ વિશેષ કરતાં છતાં પ્રવૃત્તિ કરવી, અથવા અનુમાન કરવું, એ તે નહીં પણ ક્ષણિક મતવાળાએ તે અનિશ્ચય વડે આત્માને ઊદયથી ક્ષણિકપણું કહેલું છે. ૩૬