________________
મિથ્યાત્વત્યાગાધિકાર.
૩૪૩ વિશેષાર્થ–ભવ્ય જીવની અંદર જે ભવ્યપણું છે, તે સ્વાભાવિક છે. જ્યારે કર્મની અનાદિ સંતતિ નાશ પામે, ત્યારે તેનામાં પરમાત્માપણું પ્રગટ થઈ આવે છે, એટલે સ્વાભાવિક ભવ્યપછે કર્મની અનાદિ સંતતિનો નાશ થાય. તે કારણના બળથી પરમાત્માપણું પ્રગટ થાય, તે વિરૂદ્ધ નથી, તે વાત દષ્ટાંત આપી સમજાવે છે. જેમ મૃત્તિકાને ઘડે તેની ઊત્પત્તિ પહેલાં સ્વભાવે મૃત ત્તિકા છે, અને જયારે તે ઘડે પ્રગટ થાય છે, ત્યારે તે મૃત્તિકાને નાશ થાય છે, તેમાં કોઈ જાતને વિરોધ આવતું નથી. તેવી રીતે ભવ્યપણમાં સમજવાનું છે. ૭૦
તે વાત ઘટાવે છે. जव्योच्छेदो नचैवं स्याद्गुर्वानंत्याननोंशवत् । प्रतिमादलवत्कापि फलनावेऽपि योगतः ॥ ७१॥
ભાવાર્થ–આકાશના અંશની જેમ મોટા અનંત પણાથી ભવ્યપણને ઉછેદ થતું નથી, અને પ્રતિમાના દળની જેમ કોઈ ઠેકાણે રોગથી ફળ ઉપજે, તેમ મોક્ષનું ઊત્પન્ન થવાપણું થાય છે. ૭૧
વિશેષાર્થ જેને અંત નથી, એટલે જે અનંત છે, તે અનંત પણુને લઈને ભવ્યપણાને ઊડેદ થતું નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ આકાશના અંશને ઊચ્છેદ ન થાય, એટલે ઘટની અંદર આવેલ આકાશ, ઘટના ભાંગવાથી આકાશને ભંગ લાગે છે, અને ઘટ આખો હોય તો, આકાશ આખું લાગે છે, પણ વસ્તુતા