________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.'
૩૦૫
ચાર્વાકના મતની બીજી માન્યતા
राजरंकादि वैचित्र्यमपि नात्मबलाहितम् । स्वानाविकस्य भेदस्य प्रावादिष्वपि दर्शनात् ॥ १२ ॥
ભાવાર્થએક રાજા અને બીજે રાંક એ ભેદની વિચિત્રતા સ્વાભાવિક રીતે છે, તેમાં કાંઈ આમાના બળને લઈને નથી. કારકે, તેવા ભેદ પાષાણ વગેરેમાં જોવામાં આવે છે. ૧૨
વિશેષાર્થ—-કદિ કઈ શંકા કરે છે, જે આત્મા ન હોય તે, એક રાજા અને બીજો રાંક, એ આત્માના કર્મનાં ફળ કેમ દેખાય છે? તેના ઉત્તરમાં ચાર્વાક કહે છે કે, એ રાજા અને રાંકને ભેદ આત્માનાં કર્મને લઈને નથી, પણ એ સ્વાભાવિક ભેદ છે. એ ભેદ તે પાષાણુ વગેરેમાં પણ જોવામાં આવે છે. બધા પાષાણે સરખા હોતા નથી. હીરા-આરસ વગેરે પાષાણના પણ ઊંચ-નીચ ભેદે દેખાય છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, રાજા અને રાંકને ભેદ તેમ સ્વાભાવિક રીતે પડી જાય છે.
વચનથી આત્મા સિદ્ધ થતું નથી, वाक्थैर्न गम्यते चात्मा परस्परविरोधिनिः। દવાન વચ્ચે મા ય રા શરૂ