________________
મિથ્યાત્વ ત્યાગાયિકાર. ૩૧૩ વિશેષાર્થ-જગતમાં એક રાજા થાય છે, અને એક રાક થાય છે, એ વિચિત્રતા પોતે કરેલાં કર્મને લઈને છે. જે એમ ન હોય તે, સુખ દુઃખ વગેરેનું વેદન થવાનું કોઈ કારણ નથી. એ ટલે એક સુખી અને બીજે દુઃખી થાય છે, એ વાત બને જ નહીં. સુખ અને દુખ કરેલાં કર્મોનું જ ફળ છે. ૨૩
આત્મા–જીવ પ્રત્યક્ષ શી રીતે થાય છે? आगमा म्यते चात्मा दृष्टेष्टाविरोधिनः। तघता सर्वविच्चैनं दृष्टवान् वीतकस्मषः ॥ २४ ॥
ભાવાર્થ--પ્રત્યક્ષ અને ઈષ્ટાર્થ એટલે અનુમાન પ્રમાણ તેને અવિરોધી એવા આગમ પ્રમાણથી; આમાં જાણી શકાય છે, તેના વક્તા પાપ રહિત અને સર્વા એવા શ્રીજિન ભગવંતે એ આત્માને જોયેલે છે. ૨૪
વિશેષાર્થ આત્માને જાણવા માંટે પ્રત્યક્ષ અનુમાન અને ઉપમા એ ત્રણે પ્રમાણે ચગ્ય છે. અને તે ત્રણે પ્રમાણે આગમ પ્રમાણમાં ભલે છે. કારણ કે, તે આગમ પ્રમાણુ એ ત્રણ પ્રમાણની સાથે અવિરોધી છે, તે આગમ પ્રમાણુથી આત્મા જાણી શકાય છે. કારણ કે, તે આગમના વકતા સર્વજ્ઞ અને નિષ્પાપ-નિર્દોષ એવા શ્રી જિને ભગવંતે તે આત્માને જોયેલે છે. ૨૪ આ લોકની પ્રવૃત્તિ ઉત્કૃષ્ટ બંધનની હેતુ છે, તેથી તેમાં પોતાના આત્માને કણ દુઃખી કરે? अन्त्रांतानां च विफला नामुष्मिक्यः प्रवृत्तयः । परबंधनहेतोः कः स्वात्मानमवसादयेत् ॥१५॥