________________
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ–અર્વક એમ માને છે કે, આત્મા જ નહીં. એ આત્મા હોય છે, તે પ્રત્યક્ષ જણવ જોઈએ. અહિં કઈ શંકા કરે છે, ત્યારે “હું અને મારૂ એમ અહંકાર કેણ કરે છે? તેને માટે ચાર્વાક લખે છે કે, તે અહંકારને ચપદેશ શરીરથી થાય છે. તેમાં આત્માનું કાંઈ છે જ નહીં.
તે વાત સાબિત કરે છે.
मद्यांगेच्यो मदव्यक्तिः प्रत्येकमसती यया । मिलितेच्यो हि जूतेच्यो ज्ञानव्यक्तिस्तथा मता ॥११॥
ભાવાર્થ–જેમ મહુડાં, પાણી વગેરે પ્રત્યેક પદાર્થોમાં મદિ. ની શક્તિ નથી, પણ જ્યારે તેઓ બધાં સાથે મલે છે, ત્યારે તેમાંથી મદશક્તિ પ્રગટ થાય છે, તેવી રીતે પંચ ભૂત મલવાથી જ્ઞાનશક્તિ–ચેતનશક્તિ પ્રગટ થાય છે. ૧૧
વિશેષાર્થ–દિ કઈ પ્રશ્ન કરે છે, જે આત્મા નથી તે, શરીરમાં ચેતનશક્તિ શી રીતે પ્રાપ્ત થાય છે? તેના ઉત્તરમાં એ જણાવે છે કે, જેમ મદિર બનાવવામાં મહુડાં, પાછું વગેરે જુદા જુદા પદાર્થોમાં મદ-ની ચડવાની શકિત નથી, પણ જ્યારે એ પદાર્થો ભેગા મલે છે, ત્યારે મદશક્તિ પ્રગટ થાય છે, તેવી રીતે પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ—એ પંચભૂત અલવાથીચેતનશકિત પ્રગટ થઈ આવે છે. આત્મા એ કઈ પદાર્થ છે નહીં. ૧૧