________________
૧૭૮
અધ્યાત્મ સાર.
કે, તે મમતા અતિ અનર્થને આપનારી છે. એટલે મમતા રાખ વાથી અનેક જાતના અનર્થો ઉત્પન્ન થાય છે. ૧ વિષયનો ત્યાગ કર્યો હોય પણ, જે મમતા
હોય તે, તે ત્યાગ નકામે છે, विषयैः किं परित्यक्त जर्जागर्ति ममता यदि । त्यागात्कंचुकमात्रस्य नुजंगो नहि निर्विषः ॥२॥
ભાવાર્થ– હદયમાં મમતા જાગ્રત હેય તે પછી ત્યાગ કરેલા વિષયો શા કામના છે? માત્ર કાંચલીને ત્યાગ કરવાથી સર્પ વિષ રહિત થતું નથી. ૨
વિશેષાર્થ—કદિ કોઈ પુરૂષે સર્વ પ્રકારના વિષયને ત્યાગ કર્યો હોય, તે પણ જો તે હૃદયમાં મમતા જાગ્રત હેય તે તે વિષયને ત્યાગ નકામે છે. કારણ કે, જ્યાં સુધી મમતા હોય છે,
ત્યાં સુધી વિષયને ત્યાગ સ્થિર રહી શકતા નથી. તે ઉપર દષ્ટાંત આપે છે કદ સર્ષે પિતાની કાંચળીને ત્યાગ કર્યો હોય, તેથી તે સર્પ નિર્વિષ કહેવાતા નથી. તેવીજ રીતે માત્ર વિષયોને ત્યાગ કરવાથી ખરી વિરક્તતા પ્રાપ્ત થતી નથી. આ દષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે, મમતા એ સપના વિષ જેવી ભયંકર છે, અને વિષયે કાંચલીના જેવા છે. વિષયને ત્યાગ એ કાંચલીના ત્યાગ જે છે તેથી જે મમતાને ત્યાગ થાય તે જ, તે ઉપયોગી છે, મમતાને ત્યાગ કર્યા શિવ ય વિષયને ત્યાગ કરે એ નિરૂપગી છે. ૨