________________
અધ્યાત્મ સાર,
પ્રિય-અપ્રિય–કે રાગ દ્વેષ વિકલ્પને લઇને છે. વિકલ્પ ઉપરામ પામતાં તેને
ક્ષય થાય છે. विकटपकल्पितं तस्माद् दयमेतत्र तात्त्विकम् । विकल्पोपरमे खस्य वित्तादिवउपक्षयः ॥५॥
ભાવાર્થ—એ પ્રિય અપ્રિય કે રાગ દ્વેષ બંને વિકલ્પથી કલ્પલા છે, વસ્તુતાએ એ સત્ય નથી. જયારે વિકલ્પ ઉપરામ પામે, ત્યારે તે બંનેને ક્ષય થઈ જાય છે. ૫
વિશેષાર્થ–પૃથકાર કહે છે કે, આ જગતમાં રાગ, દ્વેષ એ. મનની કલ્પનાથીજ છે, વસ્તુતાએ સત્ય નથી. જે ઉપર આપણું હદયમાં અભાવ થયે, તે આપણને દ્વેષ કરવા એગ્ય થઈ પડે છે, અને જે તરફ આપણું રૂચિ થઈ તે આપણને પ્રિય થાય છે, અને જેની તરફ અરૂચિ થઈ તે અપ્રિય લાગે છે. જ્યારે મનના વક ઊપરામ પામી જાય, ત્યારે પ્રિય અપ્રિયને તદ્દન ક્ષય થઈ જશે. કહેવાને આશય એ છે કે, વિકલ્પને નાશ કરનારી સમતા પ્રાપ્ત કરવી જોઈએ. ૫
બાહ્ય પદાર્થો તરફ સંકલ્પનું ઉત્થાન કયારે
હણાય છે? समयोजनसंसिधिः स्वायसा जासते यदा । बहिरर्थेषु संकपसमुत्थानं तदा हतम् ॥६॥