________________
સદનુષ્ઠાનાધિકાર.
૨૩૫
ભાવાર્થ–સારી દેશના વગેરેથી જે ભાવધર્મની સંપત્તિ તે અહિં ફળ જાણવું, જે ફળ નિયમથી મોક્ષનું સાધક થાય છે. ૨૪
વિશેષાર્થ–સારી ધર્મદેશના સાંભળવાથી જે ભાવધર્મની સંપત્તિ પ્રાપ્ત થાય છે, તે બીજ રૂપ સમ્યકત્વનું ફળ છે, જે ફળ નિશે મેક્ષને સાધનારૂં થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જે. હમેશાં ઉત્તમ પ્રકારની દેશના સાંભળવામાં આવે તે તેથી ભાવધર્મની સંપત્તિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ ભાવધર્મ વધે છે, જે ભાવધર્મ દ્રવ્ય ધર્મથી ચડી આવે છે. જયારે ભાવધર્મ વૃદ્ધિ પામે છે, ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે, જેને અહિ સમ્યકત્વ બીજના ફળ રૂપે કહેલ છે. ૨૪
પાંચમાં અમૃતાનુષ્ઠાનનું લક્ષણ सहजो जावधर्मो हि शुषचंदनगंधवत् । ત મનુષ્ઠાનમમૃત સમરસ | ૨૫
ભાવાર્થ-સહજ એ ભાવધર્મ શુદ્ધ ચંદનના સુગંધના જે છે, તે ભાવ ધર્મ સહિત એવું અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. ૨૫
વિશેષાર્થ–સહજ-સવાભાવિક એ ભાવધર્મ, કે જે શુદ્ધ ચંદનના સુગંધ જેવું છે, એટલે જેમ ચંદનની સુગંધ શુદ્ધ હોય છે, તેમ એ ભાવધર્મ શુદ્ધ હોય છે, એ ધર્મ સાથે જે અનુકાન કરવામાં આવે, તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. તે અનુષ્ઠાન કર્તવ્ય અને આદરણીય છે. ૨૫