________________
સદનુષ્ઠાનાધિકાર.
૨૩૯ વિશેષાર્થ–શુદ્ધ ક્રિયાવાળું તે સત્ અનુષ્ઠાન, ઈચ્છા, પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ એવા ચાર ભેદવાળું છે. તેને મોક્ષની સાથે ગ હેવાથી તે ચોગના નામથી ઓળખાય છે. ૩૦
ઈચ્છા અને પ્રવૃત્તિનાં લક્ષણ इच्छा तद्वत्कथा प्रीतियुक्ता विपरिणामिनी । प्रवृत्तिः पालनं सम्यक् सर्वत्रोपशमान्वितम् ॥ ३१ ।।
ભાવાર્થ–ગુરૂને ઉપદેશ તથા કથા ઉપર ન ફરે તેવી પ્રીતિ તે ઈચ્છા કહેવાય છે. અને ગુરૂના કહેવા પ્રમાણે ઉપશમ સહિત વ્રત પાળે, તે પ્રવૃત્તિ કહેવાય છે. ૩૧
વિશેષાર્થ–ગુરૂને ઉપદેશ સાંભળવાની અને ધર્મ કથાની પ્રીતિ, તે ઈચ્છા કહેવાય છે, તે પ્રીતિ સામાન્ય નહીં, પણ અત્યભિચારી હેવી જોઈએ. અને ગુરૂ જે કહે તે પ્રમાણે વર્તવું, પણ તે ઉપશમ સાથે વર્તવું, તે પ્રવૃત્તિ કહેવાય છે. ૩૧
સ્થિરતા અને સિદ્ધિનાં લક્ષણ सतक्षयोपशमोत्कर्षा दतिचारादिचिंतया । रहितं तु स्थिरं सिधिः परेषामर्थसाधकम् ॥ ३॥
ભાવાર્થ–સારા ક્ષપશમના ઉત્કર્ષથી અતિચાર વગેરેની ચિંતા ન રાખે, અર્થાત્ અતિચાર ન લગાડે તે સ્થિરતા કહેવાય છે, અને બીજાઓનાં અર્થને સિદ્ધ કરાવે, તે સિદ્ધિ કહેવાય છે. ૩૨