________________
મનઃશુદ્ધિ અધિકાર
૨૪૭ અધ્યાત્મની શુદ્ધિ પણ થતી નથી, તેથી હવે મનઃશુતિના અધિકારને આરંભ કરે છે. જે પુરૂષે શુભ આચરણ કરવાને ઈચ્છતા હેય તેમણે પ્રથમ મનની શુદ્ધિ કરવી જોઈએ. તે વાત દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. રોગી પુરૂષને રસાયન-ઔષધ આપવું હોય તે, પ્રથમ મલ શુદ્ધિ કરવી જોઈએ. મલ શોધન કર્યા વિના આપેલું રસાયન નકામું થાય છે, તે આરોગ્ય કરી શકતું નથી. જેમ રસાથન આપવામાં મલશુદ્ધિની આવશ્યકતા છે, તેમ શુભ આચરણ કરવામાં મનની શુદ્ધિની જરૂર છે. ૧ મનની નિર્મળતા હોય તો, રાગ, દ્વેષ
કરવામાં પણ હાની નથી. परजने प्रसनं किमु रज्यते विषति वास्वमनो यदि निर्मलम् । विरहिणा मरते जंगतोरते रपिच का विकृति विमले विधौ ॥॥ | ભાવાર્થ-જે પિતાનું મન નિર્મળ હોય તે, પરજન અત્યં ત રાગ કરે, અથવા હેવ કરે, તે પણ શું થવાનું હતું? વિરહિલેકોને અરતિઅપ્રીતિ થાય, અને જગને રતિ-પ્રીતિ થાય તેથી નિર્મળ ચંદ્રને શી વિકૃતિ થવાની ? ૨
વિશેષાર્થ કદિ કોઈ માણસને અત્યંત રાગ થઈ જાય અથવા કેઈ કારણથી ઠેષ થઈ જાય, તે પણ મન નિર્મળ હેય તે તે રાગ-દ્વેષથી પણ હાની થતી નથી. એટલે શુદ્ધ હદય વાળાને રાગ અથવા કષ હાની ક્ત થતું નથી. તે વાત સિદ્ધ કરવાને દ્રષ્ટાંત આપે છે. ચંદ્રના ઉદયથી પ્રિયા અથવા પ્રિયના વિ