________________
૨૫
સમ્યકત્તવાધિકાર. અહિંસા અને તત્વ શુદ્ધિ એક સ્વરૂપ છે. शुपाहिंसोक्ति तत्सूत्र प्रामाण्यं तत एव च ।
अहिंसा शुधीरेव मन्योन्याश्रयभीन तु ॥ १० ॥ • ભાવાર્થ–શુધ્ધ અહિંસા કહી તે સૂત્રથી પ્રમાણ રૂપ છે, અને અહિંસા અને તત્ત્વ શુધ્ધિને અન્યાશ્રયને ભય નથી, તે એકજ સ્વરૂપ છે. ૧૦
વિશેષાર્થ-જે શુધ્ધ અહિંસા કહી, તે સૂત્રને વિષે પ્રમાણે ભૂત છે. અહિંસા અને તવ શુદ્ધિ બંને એકજ છે. તેમની માત્ર વચનમાંજ જુદાઈ છે. તેથી અહિંસા અને તત્ત્વ શુદ્ધિ અને અન્ય મેળવતાં દુષણ નથી, તે એકજ સ્વરૂપ છે. ૧૦
અહિંસા અને શુદ્ધતાને બેધ કેવી રીતે છે? नैव यस्मादहिंसायां सर्वेषामेकवाक्यता। तच्छ तावबोधश्च संनवादि विचारणात् ॥ ११ ॥
ભાવાર્થ–જેથી અહિંસાને વિષે સર્વની એકવાક્યતા થતી નથી, અને સંભવ વગેરેના વિચારથી તેની શુદ્ધતાને બંધ થાય છે. ૧૧
વિશેષાર્થ ઉપર જે કહેવામાં આવ્યું કે, અહિંસા અને તવ શુદ્ધિ એજ રૂપ છે, તેના કારણુમાં જણાવે છે કે, અહિં સાને વિષે બીજા સર્વની એકવાયતા થતી નથી, તે પણ વિચાર કરવાથી તેને સંભવ લાગતાં શુદ્ધ અવબોધ જણાય છે. ૧૧