________________
સમતાધિકાર
૨૦૭
ભાવાર્થ–સમતા રૂપ અમૃતમાં નહાવાથી બંને દષ્ટિનું કામ રૂપી વિષ સુકાઈ જાય છે, ક્રોધને પરિતાપ ક્ષય પામે છે, અને ઉદ્ધતપણા રૂપી મળને નાશ થાય છે. ૧૪
વિશેષાર્થ– જેમ જળમાં રનાન કરવાથી નેત્રવિષ, તાપ અને મળ નાશ પામે છે, તેમ સમતા રૂપ અમૃત જળમાં સ્નાન કરવાથી નેત્રને વિષે રહેલ કામદેવ રૂપ વિષ સુકાઈ જાય છે, ક્રોધને તાપ ક્ષય પામે છે અને ઉદ્ધતપણુ રૂપ મળનો નાશ થાય છે. તેથી ભવ્ય આત્માએ સમતાનું સેવન કરવું જોઈએ. જ્યાં સમતા હોય, ત્યાં દૃષ્ટિમાં કામવિકાર રહેતા નથી, કૈધ આવતું નથી અને ઉદ્ધતપણું હેતું નથી. સમતાધારી મહાત્મા દષ્ટિવિકારરહિત, અક્રેધી અને અનુદ્ધત હોય છે. ૧૪.
આ સંસારરૂપ વનમાં એક સમતાજ અમૃતના
મેઘની વૃષ્ટિની જેમ સુખને માટે છે. जरामरणदावाग्निज्वालिते जवकानने । सुखाय समतैकैव पीयूषघनवृष्टिवत् ॥ १५ ॥
ભાવાર્થ-જરા તથા મરણરૂપ દાવાનળથી પ્રજ્વલિત થયેલા આ સંસારરૂપી વનમાં સમતા એક અમૃતના મેઘની વૃષ્ટિની જેમ સુખને માટે થાય છે. ૧૫
વિશેષાર્થ –ગ્રંથકાર આ સ્પેકથી સમતાને અમૃતની વૃષ્ટિની સાથે સરખાવે છે. જેમ દાવાનળથી સળગેલા વનની અંદર