________________
સમતાધિકાર
૨૯
ભાવાર્થ-સમતા નરકના દ્વારમાં અર્ગલા છે, મોક્ષના માગમાં દીપિકા છે, અને ગુણરત્નને સંગ્રહ કરવામાં રેહણાચળ પર્વતની ભૂમિ છે. ૧૭
વિશેષાર્થ—જેમ અર્ગલા આપવાથી દ્વાર બંધ થઈ જાય છે. તેમ સમતા ધારણ કરવાથી નરકનું દ્વાર બંધ થાય છે. જેમ દીપિકાથી અંધકાર દૂર થઈ માર્ગે ચલાય છે, તેમ સમતાથી અજ્ઞાન અંધકાર દૂર થઈ મોક્ષ માર્ગે જવાય છે. રેહણ ગિરિની ભૂમિમાં જેમ અનેક રત્ન પાકે છે, તેમ સમતા ધારણ કરવાથી અનેક ગુણ રૂપી રત્નો પ્રાપ્ત થાય છે. અર્થાત્ આત્માના સર્વ ગુણે સમતાની અંદર રહેલા છે. આથી સર્વદા સમતાને ધારણ કરવી જોઈએ. ૧૭ જેઓ મેહથી આત્મરૂપને જોઈ શકતા ન હોય,
તેમને સમતા દિવ્ય અંજન શલાકા છે.
मोहाच्छादितनेत्राणामात्मरूपमपश्यताम् । दिव्यांजनशलाकेव समता दोषनाशकृत् ॥ १० ॥
ભાવાર્થ—જેમનાં નેત્રે મેહથી આચ્છાદિત થયેલાં છે, તેથી જેઓ આત્મસ્વરૂપને જોઈ શક્તા નથી, તેઓને સમતા દિવ્ય અંજનની શલાકાની જેમ, દેષને નાશ કરનારી થાય છે. ૧૮
વિશેષાર્થ–આ લેથી ગ્રંથકાર સમતાને દિવ્ય અંજન શલાકાની ઉપમા આપે છે. જેમ દિવ્ય અંજનની શલાકા, દષ્ટિ દેષને નાશ કરનારી થાય છે, તેમ સસ્તા પણ તેવા દોષને
૧૪