________________
સદનુષ્ઠાનાધિકાર.
अधिकार १० मो.
-
सदनुष्ठानाधिकार.
परिशुद्ध मनुष्ठानं जायते समतान्वयात् । कतककोदसंक्रांतः कलुषं सलिलं यथा ॥ १ ॥
૨૧૯
ભાવા—જેમ ક્તક ફળનું ચૂર્ણ નાખવાથી ડાળુ જળ શુદ્ધ થાય છે, તેમ સમતાના ચેાગથી અનુષ્ઠાન શુદ્ધ થાયછે. ૧
વિશેષા—ગ્રંથકાર સમતાના અધિકાર પૂર્ણ કરી, હવે શુદ્ધ અનુષ્ઠાનના અધિકારના આરંભ કરે છે. જેનામાં સમતા ગુણ પ્રાપ્ત થાય, તે માણસ શુદ્ધ અનુષ્ઠાન કરી શકે છે, તેથી સમતાના અધિકાર પછી સત્ અનુષ્ઠાનના અધિકારના આરંભ કરવામાં આવ્યે છે. અનુષ્ઠાનના અર્થ આચરણ થાય છે. જ્યારે હૃદયમાં સમતા ગુણુ પ્રગટ થયા હાય, ત્યારે તે માણુસ સદા ચરણ કરે છે. તેથી ગ્રંથકાર કહે છે કે, સમતાના યાગથી શુદ્ધ અનુષ્ઠાન પ્રગટ થાય છે. તે વાત સિદ્ધ કરવાને ક્વક ચૂર્ણનું દૃષ્ટાંત આપે છે. જેમ કતકચૂર્ણ નાંખવાથી ડાળાએલુ જળ નિ`ળ થાયછે, તેમ સમતાના યોગથી અનુષ્ઠાન શુદ્ધ થાય છે, અને તેની અંદર રહેલા દાષા દૂર થઇ જાય છે. ૧