________________
સદનુષ્ઠાનાધિકાર . ૨૨૭, શબ્દ માર્ગ ન શોધવાથી અથઇ માર્ગે
જવાય તેથી હાનિ થાય છે. शिक्षितादिपदोपेत मघ्यावश्यकमुच्यते । द्रव्यतो नावनिर्मुक्तमशुद्धस्य तु का कथा ॥ १२ ॥
ભાવાર્થ-શિક્ષિત વિગેરે પદથી યુક્ત છતાં પણ ભાવથી શૂન્ય જે આવશ્યક કરે, તે દ્રવ્ય આવશ્યક કહેવાય છે, તે પછી અશુદ્ધની તે શી વાત કરવી? ૧૨
વિશેષાર્થ-જે આવશ્યક, શિક્ષા ગ્રહણથી તથા આસેવનથી કરવામાં આવ્યું હોય, પણ તે ભાવથી શૂન્ય હોય તે, તે દ્રવ્ય આવશ્યક કહેવાય છે તે પછી તે અશુદ્ધ કરવામાં આવે તે, તેની શી વાત કરવી? અર્થાત અશુદ્ધ ક્રિયા કરવામાં કોઈપણ લાભ થતું નથી. ૧૨.
અશુદ્ધ ક્રિયા કરવાથી શું થાય છે?
तीर्थोच्छेदभिया हंता विशुद्धस्यैव चादरे। सूत्रक्रियाविलोपः स्याङ्गतानुगतिकत्वतः॥ १३ ॥
ભાવાર્થ-તીર્થને ઉચ્છેદ થવાના ભયથી અશુદ્ધ ક્રિયા કરવામાં આદર કરવાથી ગતાનુગતિકપણું વડે સૂક્ષમ ક્વિાનો લેપ થાય છે. ૧૩