________________
અધ્યાત્મ સાર.
જે સમતાને નય સ્થાનમાં ઉતારવામાં આવે છે,
જ્ઞાનની સફળતા થાય છે. झानसाफल्यमेषैव नयस्थानावतारिणः चंदनं वन्हिनव स्यात् कुग्रहण तु नस्म तत् ॥ ४॥
ભાવાર્થ-નયસ્થાનમાં ઉતારનારા પુરૂષને તે સમતામાં જ્ઞાનની સફળતા થાય છે. અને જે કદાગ્રહ રાખે તે અગ્નિથી જેમ ચંદન ભસ્મ થઈ જાય, તેમ તે સમતા ભસ્મ થઈ જાય છે.ર૪ ' વિશેષાર્થ-જે પુરૂષ એ સમતાને નય માર્ગો ઉતારે છે તે તેનાથી જ્ઞાનની સફળતા થાય છે, એટલે તેને જ્ઞાનનું ફળ સમતા પ્રાપ્ત થાય છે. અને જે કદાગ્રહ કરી તે સમતાને નમાર્ગમાં ન ઉતારે તે અગ્નિ વડે જેમ ચંદન ભસ્મ થઈ જાય, તેમ સમતા ભસ્મ થઈ જાય છે. કહેવાને આશય એ છે કે, જો નય પ્રમાણે વર્તી સમતા ધારણ કરે છે, જ્ઞાનનું ફળ સમતા પ્રાપ્ત થાય છે, અને જો નય માર્ગને છેડી દુરાગ્રહ કરે તે, સમતા નાશ પામી જાય છે. તેથી નયાનુસારે સમતા ધારણ કરવી એગ્ય છે. ૨૪ સમતા ચારિત્રી-પુરૂષનાં પ્રાણ છે. જો તે પ્રાણ ચાલ્યાં ગયાં તો, પછી લોકોની દોડા દોડ
રૂપ મરણત્સવ થાય છે. चारित्रिपुरुषप्राणाः समताख्या गता यदि । जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ॥२५॥