________________
૨૦૨
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ—જેમ માણસે પિતાના કંઠમાં સુવર્ણ અલંકાર પહેર્યો હોય, પણ કે ઇવાર એ ભ્રમ થઈ જાય છે કે, તેથી તે પિતાનાજ કઠને અલંકાર ભુલી જાય છે, અને તેને માટે શેધાશેધ કરે છે. જ્યારે તે અલંકાર પોતાના કંઠમાં છે, એવું ભાન થાય છે, ત્યારે તેને ભ્રમ દૂર થઈ જાય છે. તેવી રીતે જ્યારે માણસને મેહને ભ્રમ દૂર થઈ જાય છે, ત્યારે તેને પિતાને સ્વભાવ પ્રાપ્ત થાય છે, એટલે પિતાના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. તે થતાં તેને પછી રાગ-દ્વેષ રહેતા નથી. જ્યારે રાગ-દ્વેષને અભાવ થયે, તે પછી અનાહત–ન હણાય તેવી સમતા ઉપસ્થિત થાય છે. ૭
અનાહત સમતા કયારે ઉત્પન્ન થાય છે.
जगज्जीवेषु नो जाति वैविध्यं कर्म निर्मितम् । यदा शुद्धनयस्थित्या तदा साम्यमनाहतम् ॥७॥
ભાવાર્થ—આ જગાના જીવોની અંદર કર્મ નિર્મિત દ્વિવિધપણું રહેલું છે, તે શુદ્ધ નયની સ્થિતિવડે જ્યારે જણાય નહીં, ત્યારે અનાહત સમતા પ્રાપ્ત થાય છે. ૮
વિશેષાર્થ આ જગતની અંદર જેટલા જેવો છે તે બધાની અંદર કર્મચંગે દ્વિવિધપણું રહેલ છે, એટલે જેની અંદર જે રાગ-દ્વેષ, પ્રિય–અપ્રિય–વગેરે જે દ્વિવિધ ભાવો દેખાય છે, તે કર્મોને લઈને દેખાય છે, અર્થાત્ વ્યવહાર નયની અપેક્ષાએ દેખાય છે. જે શુદ્ધ નયની સ્થિતિવડે જોવામાં આવે, તે દેખાતું નથીતેથી શુદ્ધ નયને આશ્રીને જ્યારે તે દેખાય નહીં, ત્યારે સ્વતઃ સમતા પ્રાપ્ત