________________
અધ્યાત્મ સાર.
વિશેષા–મમતાને સર્વથા નાશ કરે છે તે, તેને માટે બે ઉપાય છે. જીજ્ઞાસા અને વિવેક. એ બંનેથી મમતાને સર્વથા નાશ થાય છે, એટલે જે પુરૂષ જિજ્ઞાસુ છેઅને વિવેકી છે, તે પુરૂષ મમતાને નાશ કરી શકે છે. કારણ કે, કઈ પણ પદાર્થને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, તે ૫દાર્થનું સ્વરૂપ જાણવામાં આવતાં તત્કાળ તે ઉપરથી મમતા છુકી જાય છે. કદિ જાણવાની ઈચ્છા હોય, પણ જે હેય ઊપાદેયને વિવેક ન હોય તે, જરા મમતા બંધાય છે, પરંતુ તે વિવેક હેય તે, તદન મમતા બંધાતી નથી, તેથી જિજ્ઞાસા અને વિવેક અને મમતાને સર્વથા નાશ કરે છે. અહિં કઈ શંકા કરે કે, મમતાનો નાશ શા માટે કરે ઈએ? મમતાથી શી હાનિ થાય છે? તે ઉપર ચકાર કહે છે કે, મમતા અધ્યાત્મની શત્રુ છે. મમતાના એગથી અધ્યાત્મની હાનિ થાય છે ! તેને માટે ગ્રંથકાર કહે છે કે, મમતાથી અધ્યાત્મને નાશ થઈ જાય છે, તેથી જિજ્ઞાસા અને વિવેક એ બંનેથી મમતાને નિગ્રહ કરે જોઈએ. જે માણસ જિજ્ઞાસુ અને વિવેકી હોય તે, તે મમતાને સત્વર નિગ્રહ કરી શકે છે. મહાનુભાવ ગ્રંથકાર છેવટે આ લોકથી મમતાના નિગ્રહને માટે જિજ્ઞાસા અને વિવેક એ ઊભય ઊપાય બતાવી આ મમતાત્યાગના અધિકારને સમાપ્ત કરે છે. ૨૭ - પતિ અષ્ટમો મમતાત્યાષિવારા