________________
૧૮૨
અધ્યાત્મ સાર. इत्येवं ममताव्याधिं वर्षमानं प्रतिवणम् । जनः शक्नोति नोच्छेत्तुं विना ज्ञानमहाषधम् ॥७॥
ભાવાર્થ-આ મારા માતા પિતા, આ મારે ભાઈ, આ મારી બહેન, આ મારી પ્રિયા, આ મારા પુત્ર, આ મારી પુત્રીઓ, આ મારા મિત્રે, આ મારાં સગાંઓ અને આ મારા પરિચિતજને, આ પ્રમાણે ક્ષણે ક્ષણે વધતા એવા મમતા રૂપ વ્યાધિને ઉચ્છેદ કરવને જ્ઞાનરૂપી મેટા ઔષધવિના માણસશક્તિમાન થતું નથી.૭૮
મમતા સોની વૃદ્ધિ થાય છે, અને
વિશેષાર્થી–ગ્રંથકાર આ બે શ્લેકથી મમતાને વ્યાધિનું રૂપક આપી વર્ણવે છે. જેમ રેગ બેદરકારીથી ક્ષણે ક્ષણે વધતે જાય છે, અને ઔષધને ઉપચાર કરવાથી તેને નાશ થઈ જાય છે. તેમ મમતારૂપી રેગ માણસને પ્રતિદિન વધતું જાય છે. જ્યારે જ્ઞાન રૂપી ઔષધથી તેને ઉપચાર કરે, ત્યારે તે શાંત થઈ જાય છે. એ મમતા રૂપી રેગની વૃદ્ધિને સૂચવવાને માટે ગ્રંથકાર દર્શાવે છે કે, જેનામાં મમતાની વૃદ્ધિ થતી હોય, તે માણસ “આ મારાં માતા પિતા વગેરે મમતાના શબ્દો બોલે છે, અને તેમને માટે અનેક જાતની ઉપાધિઓ વહેરી લે છે. એ મમતા રૂપી વધતા રેગને ઉછેદ કરવાને જ્ઞાનની જ આવશ્યકતા છે. જ્ઞાન રૂપ મહાન ઔષધ વિના એ રોગ કદિ પણ શમી જતું નથી. આ ઉપરથી કહેવાને આશય એ છે કે, સર્વદા મમતા રાખવી નહીં, તેમ છતાં કદિ મમતાની વૃદ્ધિ થાય તેનું જ્ઞાન સંપાદન કરવું. જ્ઞાનના બળથી મમતાને સર્વથા ઉછેદ થઈ જશે. ૭૮