________________
મમતાત્યાગાધિકારઃ
૧૮૫
પારંભનું ફળ ભેગવવાને તે એકલાને નરકનાં દુઃખ સહન કરવાં પડે છે. તે વખતે તેનાં સગાં-સ્નેહીઓ તેને કઇ જાતની મદદ કરી શકતાં નથી. ૧૧
મમતાંધ અને જાયેંધની વચ્ચે મેટે ભેદ છે.
ममतांधो हि यन्नास्ति तत्पश्यति न पश्यति । जात्यंधस्तु यदस्त्येतभेद इत्यनयोर्महान् ॥ १३ ॥
ભાવાર્થ-જે પુરૂષ મમતાથી અંધ છે, તે પુરૂષ જે ન હોય, તેને જુએ છે, અને જે જાતિથી અંધ છે, તે જે છે, તેને જોતું નથી, એથી એ બંનેની વચ્ચે મહાન ભેદ છે. ૧૨
વિશેષાર્થઆ ક્ષેકથી ગ્રંથકાર મમતા વડે અંધ થયેલ પુરૂષને દર્શાવે છે, અને તેને જાતિઅંધ પુરૂષથી પણ વિશેષ અંધ જણાવે છે. જગતમાં જે પુરૂષ જાતિથી અંધ છે, તે કોઈ પણ વસ્તુને જોઈ શક નથી. કે તે વસ્તુ વિદ્યમાન છે, છતાં તેના જોવામાં આવતી નથી, પણ જે મમતાથી અંધ છે, તે જે વસ્તુ નથી તેને જુએ છે. જેમ મિથ્યાત્વની મમતાથી યુક્ત એ પુરૂષ તે મિથ્યાત્વ ખોટું છે, તો પણ તેને સત્ય તરીકે માને છે, અને જે સત્ય છે, તેને તે જોઈ શક્તા નથી. જાતિથી અંધ થયેલા પુરૂષ સત્ય વસ્તુ સમજાયા પછી, તેને સત્ય રૂપે જુએ છે, પણ મમતાથી અંધ થયેલે પુરૂષ એ સત્ય વસ્તુને જેતે નથી, તેથી જાતિબંધ અને મમતાંઘની વચ્ચે મેટે ભેદ છે. ૧૨