________________
અધ્યાત્મ સાર.
ભાવા—જે પુરૂષ વિષયાના ત્યાગ કર્યાં વિના વૈરાગ્ય ધારણ કરવાને ઈચ્છે છે, તે અપથ્યને ત્યાગ કર્યાં શિવાય રોગના ઊચ્છેદ કરવાને ઈચ્છે છે. ૬
૧૦૦
વિશેષા—જેમ રોગી માણસ અપના ત્યાગ કર્યો સિવાય પેાતાના રોગના નાશ કરવાની ઇચ્છા કરે,તેથી કદિપણ તેના રાગના નાશ થતા નથી, તેવી રીતે વિષયાના ત્યાગ કર્યાં સિવાય જે માણસ વૈરાગ્યને ધારણ કરવાની ઈચ્છા કરે, તેથી કઢિપણ તેને વૈરાગ્ય ઉત્પન્ન થતા નથી. તે ઉપરથી કહેવાના આશય એવાછે કે, વૈરાગ્ય ને માટે સર્વથા વિષયાને ત્યાગ કરવા જોઈએ; એ ઉપદેશ છે. ૬
વિષયાસક્ત હૃદયમાં વૈરાગ્ય ટકી શકતા નથી.
न चित्ते विषयासक्ते वैराग्यं स्थातुमप्यलम् । 1 अयोधन इवोत्तप्ते निपतन् बिंडुरंजसः
|| 9 ||
ભાવા—તપેલા લેાઢાના ઘણુ ઊપર પડતુ. જલનુ બિંદુ જેમ ટકી શકતું નથી, તેમ વિષયાસક્ત એવા ચિત્તમાં વૈરાગ્ય ટકી શક્તા નથી. ૭
વિશેષા—વિષયમાં આસક્ત એવા ચિત્તમાં વૈરાગ્ય ક્ષણવાર પણ ટકી શક્તા નથી, કારણકે, વૈરાગ્ય નિર્મળ હૃદયમાંજ ટકી શકે છે. અને જે હૃદયમાં વિષયાસક્તિ ન હેાય, તે નિર્મળ હૃદય હેવાય છે. તે ઉપર ગ્રંથકાર દૃષ્ટાંત આપે છે. તપેલા લેાઢાના ઘણું ઊપર પડેલ" જલનુ* ટીપુ* ક્ષણવાર પણ ટકી શકતુ નથી. છ