________________
વૈરાગ્ય વિષયાધિકાર. - ૧૬૧
પ્રાગૈશિ વિષય વિના, શીલના સુગધથી જેમના શરીર સુગંધી બન્યા છે, એવા વિદ્વાનને કસ્તૂરી વગેરેની સુગંધપ્રિય
લાગતી નથી. न मुदे मृगनाजिमल्लिका सक्तीचंदनचंद्रसोरजम् । विपुषां निरुपाधिवाधित--स्मरशीलेन सुगंधिवळणाम् ॥९॥
ભાવાર્થી—નિરૂપાધિ અને કામદેવને બાધિત કરનાર શીલવડે જેમનાં શરીર સુગંધી છે, એવા વિદ્વાને કસ્તૂરી, માલતી, ચારેલી (એલાઈચી), ચંદન, અને કપૂરની સુગંધ હર્ષને માટે થતી નથી. જ
વિશેષાર્થ આગળના સ્લેકેથી નેત્ર ઈદ્રિયના વિષયનું વિ. વેચન કરી, હવે ધ્રાણેન્દ્રિયના વિષયનું વિવેચન કરે છે. જે વિદ્વાનેનાં શરીર નિરૂપાષિક અને કામદેવને બાધ કરનાર શીલવત વડે સુગંધી થયેલા છે એટલે ઉપાધિ અને કામને ત્યાગ કરી શીલત્રત રાખી રહેલા છે, તેમને કસ્તૂરીની, માલતીની, ચારેલીએલાઇચીની, ચંદન અને ચંદ્રની ખુશબ પ્રિય લાગતી નથી. કારકે, તેઓ સમજે છે કે, કસ્તૂરી વગેરેની સુગધ પગલિક છે, તેથી બેટી છે, અને શીલવતની સુગધ શાશ્વત, અને આત્માને ગુણ આપનારી છે, તેથી તેઓ બીજી સુગંધને ત્યાગ કરી શીલની સુગંધને ધારણ કરે છે. આ ઉપરથી સમજવાનું કે, સર્વ ઊત્તમ પુરૂષોએ શીલવતની સુગંધ ધારણ કરવી, અને બીજી પગલિક સુગંધને ત્યાગ કરે. ૯
૧૧