________________
૧દર
અધ્યાત્મ સાર.
આ લેકમાં શીલની સુગંધ શિવાય બીજામાં
પ્રીતિ કરવી યોગ્ય નથી. उपयोगमुपैति यश्चिरं हरते यन्न विभावमारुतः । न ततः खलु शीलसौरना दपरस्मिनिह युज्यते रतिः॥१॥
ભાવાર્થ જે ચિરકાલ સુધી ઉપયોગમાં આવે છે, અને વિભાવ દશા રૂપ પવન જેને હરી શક્તો નથી, એવી શીલની સુગધ શિવાય બીજી સુગધ ઉપર પ્રીતિ કરવી નિશ્ચયે ઘટતીનથી.૧૦ ' વિશેષાર્થ–ગ્રંથકાર શીલની સુગંધના ઉત્કર્ષ દર્શાવે છે. શીલની સુગધ ચિરકાલ ટકી રહે છે. એટલે શીલ વ્રત પાળ્યું હોય તે ચિરકાલ સુખ રહે છે, અને બીજી સુગધ ચિરકાલ ટકી શક્તી નથી. જેમ બીજી સુગધને પવન હરી લે છે, તેમ શીલની સુગધને વિભાવ રૂપે પવન હરી શક્તા નથી. આથી વિદ્વાનોને શીલની સુગધને છાડી બીજી પદગલિક સુગધ ઉપર પ્રીતિ કરવી ઘટે નહીંજે બીજી પદગલિક સુગધ ઉપર પ્રીતિ કરવામાં આવે છે તેથી ઘણીજ હાનિ થાય છે, અને અનંત સંસાર વધે છે. ૧૦
जिहा इंजिय विषय. - અધ્યાત્મરૂપ અમૃતને સ્વાદ લેનારા સયુરૂષને
બીજા મધુર રસ રૂચિકર થતા નથી. मधुरैर्न रसैरधीरता कच नाध्यात्मसुधाविहां सताम् । अरसैः कुसुमैरिवामिनाम् प्रसरत्पद्मपरागमोदिनाम् ॥ ११ ॥