________________
અધ્યાત્મ સાર
દેવતાઓને એવું દુઃખ છે કે જેમાં સુખ માનવું
કઈ રીતે ઘટતું નથી. रमणीविरहेण वन्हिना बहुबाष्पानिलदीपितेन यत् । त्रिदशैदिविमुखमाप्यते घटते तत्र कयं मुखस्थितिः॥१५॥
ભાવાર્થ–ઘણું અથુપાત રૂપી પવનવડે પ્રજ્વલિત થયેલા ચીના વિરહ રૂપી અગ્નિથી, દેવતાઓ સ્વર્ગમાં જે દુઃખ પ્રાપ્ત કરે છે, તેમાં સુખની સ્થિતિ શી રીતે ઘટે? અર્થાત્ ઘટે જ નહીં. ૧૯ ' વિશેષાર્થ–સ્વર્ગમાં રહેલા દેવતાઓને સ્ત્રીના વિરહનું ભારે દુઃખ પડે છે, જે દુખ પડતાં તેઓ અશુપાત કરી રૂદન કરે છે, તેવા દુઃખમાં સુખની સ્થિતિ કઈ પણ રીતે ઘટતી નથી. તેથી એમ સમજવાનું કે, જ્યારે સ્વર્ગમાં દેવતાઓની સ્થિતિમાં પણ દુખ રહેલું છે, તે પછી મનુષ્યની સ્થિતિમાં દુઃખ હોય, તેમાં શું કહેવું? ૧૯ દેવતાઓને ઍવવાનું તે મોટામાં મોટું દુખ છે. प्रथमानविमानसंपदां च्यवनस्यापि दिवो विचिंतनात् । हृदयं नहि यद्विदीयते घुसदां तत्कुलिशाणुनिर्मितम् ॥२०॥
ભાવાર્થ—જેમના વિમાનને સંપત્તિ મોટી છે, એવા દેવતાએને જ્યારે સ્વર્ગમાંથી ચવવાનું ચિંતવન થાય છે, તે વખતે તેમનું હૃદય જે વિદીર્ણ થતું નથી, તે ઉપરથી લાગે છે કે, તે હદય વજાના પરમાણુઓથીજ બનાવેલું છે. ૨૦