________________
૧૭૨
અધ્યાત્મ સાર.
જાણે છે કે, વિષમાં તથા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીની ગતિઓમાં કઈ જાતનું સુખ નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ સ્વર્ગના નંદનવનને અથી એ પુરૂષ બીજા પર્વતની ભૂમિએની તથા બીજાં વૃક્ષની સ્પૃહા રાખતા નથી. જેને સ્વર્ગના નંદનવનનાં દિવ્ય સુખના રવરૂપનું ભાન છે, તે આ લેકના પર્વ તેની ભૂમિઓને તથા વનેને ઈચ્છા જ નથી. તેવીજ રીતે મોક્ષ ના સુખનું સ્વરૂપ જાણનારે પુરૂષ આ લેકના વિષયોને તથા ચાર ગતિઓને ઈચ્છતું નથી. ૨૧ એવી રીતે વિષયને વિષે વૈરાગ્યને સ્થિર કરનાર યેગીને પછી ગુણને વિષે પરમ વૈરાગ્ય પ્રવર્તે છે.
इति शुरुमतिस्थिरीकृता परवैराग्यरसस्य योगिनः । स्वगुणेषु वितृष्णतावहं परवैराग्यमपि प्रवर्तते ॥२॥
ભાવાર્થ_એવી રીતે જેની શુદ્ધ બુદ્ધિમાં વિષયને વિષે વૈરાગ્ય સ્થિર થયેલે છે, એવા ગી પુરૂષને પિતાના ગુણોને વિષે નિસ્પૃહતાને આપના પરમ વૈરાગ્ય પ્રવર્તે છે. ૨૨
વિશેષાર્થ–પ્રથમ બે પ્રકારના વૈરાગ્ય કહેલ છે. એક વિષય તરફ વૈરાગ્ય, અને બીજે ગુણ તરફ વૈરાગ્ય તેમાં વિષય તરફ - રાગ્ય રાખવાને માટે કહેવામાં આવ્યું. હવે ગુણ તરફ વૈરાગ્ય ભાવ કરવાને કહે છે. ઊપર પ્રમાણે વિષય તરફ વૈરાગ્યને પિતાની શુદ્ધ બુદ્ધિમાં સ્થિર કરનાર એગીને તે પછી સ્વગુણ તરફ વૈરાગ્ય પ્રવર્તે છે. જ્યારે મનુષ્યને વિષય તરફ વૈરાગ્ય ઊત્પન્ન થયે, પછી તેને ગુણ તરફ વૈરાગ્ય ઊત્પન્ન થાય છે. પિતાના ગુણેની ઉપરથી જે તૃષ્ણને ત્યાગ કરે, તે ગુણ વૈરાગ્ય કહેવાય છે. ૨૨