________________
અધ્યાત્મ સાર.
ટ રીતે ઉપરથી સુખકારી, અને વિકારવાળા એવા બીજા રસે તેને શા કામના છે? ૧૨
વિશેષાર્થ-જે પુરૂષનું મન નવમા શાંત રસમાં જે મગ્ન થયું, તે પછી તે પુરૂષને બીજા ભેજનને ષટ રસ રૂચિકર થતાં નથી. કારણકે, જે નવમે શાંત રસ છે, તે નિર્દોષ છે, અને હમેશાં અવિકારી છે. અને બીજા ષટુ રસે નઠારાં પરિણામવાળા છે, સ્કુટ રીતે ઉપર ઉપરથી સુખદાયક છે, અને વિકારથી ભરેલા છે. એ ઉપ રથી એ બેધ લેવાનું કે, હમેશાં શાંત રસમાં હદયને મગ્ન રાખવું. તે સિવાયના ખાવા પીવાના જે રસે છે, તેની અંદર મનને રાખવું નહીં. ૧૨ વિરકત પુરૂષ બીજા રસનું પરિણામ જાણી
નેત્રામાં જળ લાવે છે.
मधुरं रसमाप्य निःपते-असनातो रसलोजिनां जलम् । परिजाव्य विपाकसाध्वसं विरतानां तु ततो दृशोजेलम् ॥१३॥
ભાવાર્થ–રસના લેભી એવા મનુષ્યને મધુર રસ પ્રાપ્ત થવાથી રસના (જીહા) માંથી જળ પડે છે, અને વિરક્ત પુરૂષને મધુર રસ ખાવાના પરિણામને ભય વિચારી ને માંથી જળ પડે છે. ૧૩
વિશેષાર્થ–રસ ખાવામાં લુબ્ધ બનેલા પુરૂષને જ્યારે રસ કહેવામાં આવે છે, ત્યારે તેમની જીભમાંથી પાણી છુટે છે, અને વિરક્ત પુરૂષે જ્યારે રસ જુએ છે, ત્યારે તેઓનાં નેત્રામાંથી