________________
વૈરાગ્ય વિષયાધિકાર.
૧૬૩
ભાવા—જેમ પ્રસરતા કમળના પરાગમાં મગ્ન થયેલા ભૂમરાને પુષ્પાના રસમાં અધીરતા રહેતી નથી, તેમ અધ્યાત્મ રૂપ અમૃતના સ્વાદ લેનારા સત્પુરૂષને કાઇ પણુ બીજા મધુર રસની અધીરતા રહેતી નથી. ૧૧
વિશેષા ઉપરના શ્લેાકેાથી ઘ્રાણેન્દ્રિયના વિષયનુ વિવેચન કર્યાં પછી હવે જિહ્નારસ–ઇંદ્રિયના વિષયનું વિવેચન કરે છે. જે પુરૂષાએ અમૃતના સ્વાદ લીધેલે છે, તેવા સત્પુરૂષોને બીજા ષટ્ રસની મધુરતા મેળવવાની ઈચ્છા થતી નથી. કારણ કે, અધ્યાત્મના રસની આગળ તે રસે તેમને નીરસ લાગે છે. તે ઉપર દૃષ્ટાંત આપે છે. કમળના પરાગના રસને સ્વાદ લેનારા ભમરાઓને પછી બીજા પુષ્પાના રસની ઇચ્છા થતી નથી, તે રસ તેમને નીરસ લાગે છે. હેવાના આશય એવા છે કે, અધ્યાત્મ રસ એટલેા બધા ઉત્તમ છે કે, જે રસની આગળ ખીજા રસેા તદ્દન નીરસ લાગે છે. તેથી સદા અધ્યાત્મ રસના સ્વાદ લેવા તત્પર થવું. તે શિવાયના રસને સર્વથા ત્યાગ કરવા. ૧૧
જો નવમા--શાંત રસમાં મન મગ્ન થાય તે, પછી બીજા વિકારી રસા તેને શા કામના છે ?
विषमाय तिमिर्नु किं रसैः स्फुटमापातसुखैर्विकारिभिः । नवमे ऽनवमे रसे मनो यदि मग्नं सतताविकारिणि ॥१२॥
ભાવા નિર્દોષ અને હંમેશાં અવિકારી એવા નવમા શાંત રસમાં જે મન મગ્ન થયું તે પછી નઠારાં પિરણામ વાળા,