________________
૧૧૬
અધ્યાત્મ સાર. તેઓને કેઈ જાતની ઉદીરણ કરવામાં આવતી નથી. તેમજ કઈ જાતની નિયંત્રણ કરવામાં આવતી નથી. એટલે ઈદ્રિયને નિરોધ હજી કર્યો નથી, પણ સહજ ચારિત્રના ગે ઇન્દ્રિય નિરોધ થઈ ગયે છે તેમજ તે આસક્તિ ન હોવાથી તૃપ્ત રહે છે. એવા જ્ઞાની પુરૂષને વૈરાગ્ય પૂર્વે કહેલા રાજમાર્ગના વૈરાગ્યની અપેક્ષાએ એકપદી છે–એક દંડી છે. એટલે નાને માર્ગ છે. જે શકટ વગેરેને ચાલવાને ઘેરી રસ્તે તે રાજમાર્ગ કહેવાય છે, અને મનુષ્યોને પગે ચાલવાને માર્ગ તે એકપદી માર્ગ કહેવાય છે. પ્રથમ કહેલ રાજ માર્ગના જે વૈરાગ્ય મેટે છે, અને આ એકપદી વૈરાગ્ય નાને વૈરાગ્ય છે. ૨૮
બળાત્કારે પ્રેરેલી ઇંદ્રિય વનના હાથીની
જેમ વશ થતી નથી. बलेन प्रेर्यमाणानि करणानि वनेनवत् । ન વાત વાત શાંતિ પ્રત્યુતાનર્થ વ્ર
ભાવાર્થ–બળાત્કારે પ્રેરેલી ઈંદ્રિયે વનના હાથીની જેમ કદિ પણ વશ થતી નથી, પરંતુ ઉલટી અનર્થને વધારનારી થાય છે, ૨૯
વિશેષાર્થ-ઇંદ્રિયોને હમેશાં નિયમમાં રાખવી જોઈએ. જો તેમને બળાત્કારે પ્રેરવામાં આવે છે, પછી તે કદિ પણ વશ થતી નથી. એટલે ઇંદ્રિયને નિયમમાં રાખીને વિષય ભેગ ભેગવવા. જે બળાત્કારે તેમને પ્રેરણા કરવામાં આવે, અર્થાત આસક્તિ પૂર્વક તેમને છુટી મુકવામાં આવે છે, પછી તે વશ થઈ શકતી નથી. તે ઉપર દષ્ટાંત આપે છે.