________________
૧૩૪.
અધ્યાત્મ સાર.
હવે ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું લક્ષણ કહે છે. झानगर्न तु वैराग्यं सम्यक् तत्त्व परिच्छिद: । स्याद्वादिनः शिवोपायस्पर्शि नस्तत्वदर्शनः ॥१६॥
ભાવાર્થ-સમ્યક તત્ત્વને ઓળખનારા,સ્યાદ્વાદ મતને માનનારા, મોક્ષના ઊપાયનું ચિંતવન કરનારા, અને તત્વને જેનારા, એવા પુરૂષને જે વૈરાગ્ય થાય છે, તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. ૧૬
વિશેષાર્થ–ત્રીજે જ્ઞાનગર્ભ વૈરાગ્ય સર્વોત્તમ ગણેલો છે. જે વૈરાગ્ય થવામાં અંદર જ્ઞાન રહેલું હોય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કેવા પુરૂષને ઉત્પન્ન થાય? તે વિષે ગ્રંથકાર વિવેચન કરી બતાવે છે. જે પુરૂષ સમ્યક્ તત્વને ઓળખનારે હય, એટલે સમ્યક તત્વનું સ્વરૂપ જેણે યથાર્થ રીતે જાણું હેય તે પુરૂષને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે પુરૂષ સ્યાદ્વાદ સિદ્ધાંતને માનનારે હય, તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. તેમજ જે પુરૂષ મેક્ષના ઉપાયનું ચિંતવન કરનાર છેએટલે મોક્ષમાર્ગ કેવા ઉપાયથી પ્રાપ્ત થાય, તેના વિચારે જે કર્યા કરે છે, તેવા પુરૂષને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને જે પુરૂષ તરવદા હેય છે, એટલે જેને યથાર્થ તત્વદર્શન થયેલું છે, તે પુરૂષને જ્ઞાનગર્ભ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. કહેવાને આશય એ છે કે, માણસને ચાર પ્રકારે જ્ઞાન ઉત્પન્ન થાય છે. સમ્યક્તત્વને ઓળખવાથી, સ્યાદ્વાદ મતને માનવાથી, મેક્ષના ઊપાયને ચિંતવવાથી અને તત્વદર્શન થવાથી. આ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલા