________________
ઉપર
અધ્યાત્મ સાર.
. વિશેષાર્થ–જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયું હોય તે પુરૂષ બીજાના વૃત્તાંતને કહેવામાં મુંગા જે રહે છે, એવામાં આંધળાના જે રહે છે, અને સાંભળવામાં બેહરાની જેમ વતે છે, એટલે તે બીજાનું વૃત્તાંત કહેતે નથી, તે નથી, અને સાંભળતું નથી, અર્થાત કેઈની નિંદા કે પ્રશંસા કરતું નથી, કેઈની સારી નરસી ચેષ્ટા જેતે નથી, અને સાંભળતું નથી. તેમજ તે પિતાના આત્મામાં ગુણ મેળવવા માટે ઉત્સાહ રાખે છે, એટલે પિતાના આત્માને વિશેષ ગુણી બનાવવાને ઉત્સાહિત રહે છે. તે વાત દષ્ટાંત આપી સિદ્ધ કરે છે, જેમ નિર્ધન માણસ દ્રવ્ય મેળવવામાં ઉત્સાહી રહે, તેવી રીતે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળે પુરૂષ આત્માને ગુણ બનાવવાને ઉત્સાહી રહે છે, ૪૧
मदनोन्मादवमनं मदसंमर्दमर्दनम् । असूया तंतु विच्छेदः समतामृतमज्जनम् ॥१३॥
ભાવાર્થ-કામદેવના ઊન્માદનું વમન–ત્યાગ, મદના સમૂહનું મર્દન, અસૂયાના તંતુનું છેદન અને સમતા રૂપ અમૃતમાં મજન. ૪૨
વિશેષાર્થ-જેને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયે છે, તે પુરૂષમાં કામદેવને ઊન્માદ તે નથી, તેનામાં મદ પણ હતા નથી, તે ઈષ્યના તંતુને વિચ્છેદ કરે છે અને તે સમતા રૂપ અમૃતમાં મગ્ન રહે છે, જ્ઞાનગભિત વૈરાગ્ય વાળો પુરૂષ કામદેવના વિ. કારોથી દૂર રહે છે. તેનામાં કઈ જાતને મદ આવતું નથી.તે કેઈની ઈર્ષ્યા કરતે નથી, અને તે સમતા રૂપ અમૃતને સેવનાર હેય છે. જે પુરૂષ કામ વિકારને સેવનારે, મદ ધરનાર, ઈર્ષ્યા કરનાર અને સમતાથી રહિત છે, તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હેતું નથી. ૪૨