________________
વૈરાગ્ય ભેદાધિકાર
૧૩૯ ભાવાર્થ–સમસ્ત વયની વાસના વિના એકાંતે ષકાયની રક્ષાની શ્રદ્ધા કરતાં છતાં પણ સમ્યકત્વની શુદ્ધતા કહેવાતી નથી. કારણ કે, સંપૂર્ણ નયની અપેક્ષાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના લાભવિના યથાર્થપણને લાભ થતેજ નથી, તેથી શુદ્ધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. ૨૨
વિશેષા–કદિ છ કાય જીવની રક્ષા કરવાની શ્રદ્ધા રાખે પણ જે સર્વનયની વાસના ન રાખે છે, તેથી સમ્યકત્વની શુદ્ધતા કહેવાતી નથી. પણ સંપૂર્ણ નયની અપેક્ષા રાખે, પરંતુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને લાભ ન લે તે, સમ્યકત્વના યથાર્થપણને લાભ ન જ થાય. તે ઊપરથી સિદ્ધ થાય છે કે, તેને માટે શુદ્ધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. ૨૨ સર્વ પર્યાયના નિશ્ચયથી એકજ વચન તથા
અર્થ પર્યાયથી એકજ દ્રવ્ય સિદ્ધ થાય છે. यावंतः पर्यया वाचां यावंतश्चार्थ पर्ययाः। सांप्रता नागतातीता स्तावद् द्रव्यं किलैककम् ॥ १३ ॥
ભાવાર્થ-વચનના જેટલા વર્તમાન, ભવિષ્ય અને ભૂતના પર્યાય છે. અને અર્થના જેટલા વર્તમાન, ભવિષ્ય અને ભૂતના પર્યાય છે, તે બધા એકજ દ્રવ્ય છે. ૨૩
વિશેષાર્થ–વચનના અને અર્થના ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના જેટલા પર્યાય છે, તે એકજ દ્રવ્ય છે, એમ સમજવું. કારણ કે, વચન અને અર્થના સર્વપર્યાયે વસ્તુતાએ એજ